તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં ફરી જિમ શરૂ થયા:AMCએ જિમ બંધ કરાવ્યા હતા, સંચાલકોએ પોલીસ કમિ.-કેન્દ્રની ગાઈડલાઈન અનુસરી ખોલ્યા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી 600થી વધુ કેસ સામે આવી રહ્યાં છે, જેથી AMCએ 18 માર્ચથી જ્યાં પણ ભીડ ભેગી થાય એવી જગ્યાઓ જેવી કે જિમ, ગાર્ડન, AMTS, BRTS જેવી સુવિધાઓ બંધ કરવાનો આદેશ કર્યો હતો. જો કે આમ છતાં અમદાવાદમાં કેટલાક જિમ સંચાલકોએ પોલીસ કમિશનરના જાહેરનામા અને કેન્દ્રની ગાઈડલાઈન મુજબ જિમ ખોલી નાખ્યા છે. પરંતુ ફરી જિમ ખુલતા હવે પોલીસ કમિશનરના જાહેરનામા અને મ્યુનિસિપલ કમિશનરના પરિપત્રને લઈ ગૂંચવણ ઉભી થઇ છે.

જિમ સંચાલક જિગર શાહે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસ કમિશનરનું જાહેરનામું અને કેન્દ્રની ગાઈડલાઈન મુજબ SOP પાલન સાથે જિમ ખુલ્યા છે. રાજ્યમાં ચૂંટણી અને અન્ય જગ્યાઓ જેવી કે રેસ્ટોરન્ટ વગેરેમાં લોકો ગાઈડલાઈનના પાલન સાથે જતાં હોય તો જિમ પણ SOP સાથે ચાલુ કરી શકાય, જેથી જિમ શરૂ થયા છે.

17 માર્ચે મ્યુનિસિપલ કમિશનરે કરેલા આદેશની નકલ.
17 માર્ચે મ્યુનિસિપલ કમિશનરે કરેલા આદેશની નકલ.

જિમ ખોલવા મામલે ભારે અસમંજસ જોવા મળી હતી
આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 17મી માર્ચના રોજ અમદાવાદ શહેરના ક્લબ અને તમામ જિમ, સ્વિમિંગ પૂલ, થિયેટર, ગેમ ઝોન બંધ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી જિમ બંધ રાખવા હુકમ કર્યો હતો. બીજી તરફ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન આવતા તમામ જિમ ફરી ખુલી ગયા છે. બે દિવસથી અમદાવાદમાં જિમ ખોલવા મામલે ભારે અસમંજસ જોવા મળી હતી. પોલીસ કમિશનરના આદેશને આધાર બનાવી સંચાલકોએ જિમ ખોલ્યા છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા આ મામલે પરિપત્ર પણ બહાર પાડી આ તમામ સુવિધાઓ બંધ રાખવા કહ્યું હતું અને આ સૂચનાનું પાલન ન કરનાર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડેમિક એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જાહેર જગ્યાઓથી વધુ પ્રિકોશન જીમમાં હોય છે જેમ બીજી બધી જાહેર જગ્યાએ કોરોનાનાં પ્રિકોશન્સ લેવામાં આવે છે તેનાંથી વધારે પ્રિકોશન્સ જીમમાં લેવાય છે. જીમમાં દરેક પ્રકારનાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાય છે. વર્કઆઉટ બાદ વ્યક્તિનાં હાથ અને ઈક્વિપમેન્ટ સેનિટાઇઝ થાય છે. કોઈને પણ 30થી 35 મિનિટથી વધારે વર્કઆઉટ કરવા દેતા નથી. દરેકને સેશન પ્રમાણેનાં સ્લોટ આપ્યા છે. જીમમાં બાથ અને સ્ટીમની સુવિધા બંધ છે. - મૌલિક ભટ્ટ, જીમ લોન્જ પ્રિમિયમ, ચાંદખેડા

જિમમાં વેક્સિન અંગે જાગૃતિ ફેલાવાઇ રહી છે
લોકડાઉન બાદ જીમ ખોલવા માટે તંત્ર દ્વારા જે નિયમો પાળવાનું કહેવામાં આવ્યું હતું તે નિયમોનું પાલન અમે કરી રહ્યાં હતા. છતાં તંત્ર દ્વારા સૌથી પહેલા જીમ બંધ કરાવવાનો નિર્ણય કેમ લેવામાં આવે છે તે નથી સમજાતું. અમે અમારા જિમમાં પોસ્ટર્સ દ્વારા લોકોને વેક્સિનેશન માટેનાં મેસેજ પણ આપીએ છીએ અને જાગૃતિ ફેલાવઇએ છીએ. ઉપરાંત દરેક પ્રકારનાં નિયમોનું પાલન પણ કરીએ છીએ. - રઘુવીરસિંહ વાળા, વાલાસ જીમ, જોધપુર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો