મુલાકાત:અક્ષરધામ BAPS સંસ્થાના વક્તા જ્ઞાનવત્સલ સ્વામીએ 108 ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જ્ઞાનવત્સલ સ્વામીની 108 ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે મુલાકાત - Divya Bhaskar
જ્ઞાનવત્સલ સ્વામીની 108 ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે મુલાકાત
  • જ્ઞાનવત્સલ સ્વામી નોલેજ ફોરમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં

બુધવારે અક્ષરધામ BAPS સંસ્થાના વક્તા જ્ઞાનવત્સલ સ્વામી 108 ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, નરોડા, કઠવાડા ખાતે નોલેજ ફોરમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે 108 ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના વિવિધ વિભાગો જેવા કે ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, ટ્રેનીગ સેન્ટર, વગેરેની પ્રત્યક્ષ મુલાકાત લઇ GVK EMRI દ્વારા રાજ્ય સરકાર સાથે મળીને લોક ઉપયોગી ઈમરજન્સી સેવાઓનું અમલીકરણ કરવામાં આવતી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી અને વિસ્તૃત માહિતી મેળવી હતી.

ટેકનોલોજી અને પ્રોસેસની જાણકારી પણ મેળવી
ચીફ ઓપરેટીંગ ઓફિસર જશવંત પ્રજાપતિ GVK EMRI દ્વારા જ્ઞાનવત્સલ સ્વામીજીની કેમ્પસ ખાતે પધરામણીને ભાવપૂર્વક આવકારીને સંસ્થાના સિનીયર અધિકારીઓ સાથે રહીને જ્ઞાનવત્સલ સ્વામીને સંસ્થાના વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાતમાં સાથે રહીને રાજ્યવ્યાપી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ માટે અમલીકરણમાં રહેલ અધ્યન ટેકનોલોજી, પ્રોસેસ, અને પ્રોટોકોલ મુજબની કામગીરી અને સંકલનની વિસ્તૃત માહિતી આપી હતી.

જ્ઞાનવત્સલ સ્વામીએ 108 ઈમર્જન્સી સેન્ટરનું નિરીક્ષણ કર્યું
સંસ્થાના ટ્રેનીગ અને રીસર્ચ સેન્ટર ખાતે એમ્બ્યુલન્સનાં પાયલટ, ડોક્ટર્સ, EMT, અને અન્ય ટેકનીકલ સ્ટાફને આપવામાં આવતી પ્રેક્ટીકલ અને થીયરીટિકલ ટ્રેનીગની વ્યવસ્થાઓ અંગે જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવામાં આવેલ તથા પ્રેક્ટીકલ ટ્રેનીગના ભાગરૂપે મેનીકીન્સ દ્વારા આપવામાં આવતી ટ્રેનીગનું તેમજ પાયલટ ટ્રેનીગ માટેના સિમ્યુલેટર લેબનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું. 108 ઈમરજન્સી સેવા દ્વારા કોરોનાકાળમાં કરેલ કામગીરીને જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા બિરદાવવામાં આવી હતી અને સંતોષ થયાની લાગણી વ્યક્ત કરી હતી.

કોરોના કાળમાં 108ની કામગીરીની પ્રસંશા કરી
નોલેજ ફોરમ કાર્યક્રમ હેઠળ જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા GVK EMRI સંસ્થા તમામ અધિકારી, કર્મચારીઓને સંબોધી સંસ્થાકીય કામગીરી, વ્યક્તિગત જીવન વિશે તેમજ કોવિડ-19 દરમ્યાનની કામગીરીથી સંતોષ સાથે પ્રશંસા કરી હતી. જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા તેઓના વક્તવ્યમાં તમામ કર્મચારીગણને સંસ્થાકીય કામગીરીમાં ટીમવર્ક, કમીટમેન્ટ, મેનેજમેન્ટ સાથે એક સેવક તરીકે સંસ્થા પ્રત્યે વફાદાર રહીને જીવન બચાવવાના અમુલ્ય કાર્યમાં નિસ્વાર્થ ભાવે 100 ટકા થી પણ વધારે પ્રતિબધ્ધતાથી ફરજ નિભાવવા પ્રેરિત કરેલ હતા.

અન્ય સમાચારો પણ છે...