હાલાકી:ગ્વાલિયર ટ્રેન સાબરમતીથી ઉપડી કાલુપુર ગયેલા પેસેન્જર ટ્રેન ચૂક્યા, ટ્રેન સાબરમતીથી ઉપડવાની અગાઉથી જાહેરાત થઈ હતી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેલ રોડ સ્ટેશન કે ધર્મનગર સ્ટેશન જવાની ગૂંચવણમાં સમય નીકળી ગયો

સાબરમતી સ્ટેશનને ટર્મિનલ તરીકે વિકસાવ્યા બાદ રેલવેએ ટ્રેનોનું તબક્કાવાર સંચાલન સાબરમતીથી શરૂ કરવાના ભાગરૂપે 12 જુલાઈથી અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસને સાબરમતીથી શરૂ કરાઇ છે. આ ટ્રેન સાબરમતીથી ઉપડશે તેવી જાહેરાત છતાં મોટી સંખ્યામાં પેસેન્જરો કાલુપુર સ્ટેશને પહોંચી જતાં તેઓ ટ્રેન ચૂકી ગયા હતા.

કાલુપુર સ્ટેશન પર ટ્રેનોનું તેમજ પેસેન્જરોનું ભારણ ઘટાડવા રેલવેએ ત્રણ ટ્રેનોનું સંચાલન સાબરમતીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. મંગળવારથી સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી (ધર્મનગર) સ્ટેશનથી સાંજે 16.50 વાગે ઉપડશે. બીજી બાજુ આ ટ્રેન પકડવા માટે મોટી સંખ્યામાં પેસેન્જરો કાલુપુર પહોંચ્યા હતા. જ્યાં પેસેન્જરોની જાણ માટે સતત એનાઉન્સમેન્ટ કરાતું હતું. જેના પગલે પ્લેટફોર્મ પર પહોંચેલાં પેસેન્જરો લગેજ સાથે સ્ટેશન બહાર નીકળી, રિક્ષામાં વધુ ચાર્જ આપી સાબરમતી જવા રવાના થયા હતા. જોકે, તેમણે જેલ રોડ સ્ટેશને જવું કે ધર્મનગર સ્ટેશને જવું તેની માહિતી ન હોવાથી તેઓ પહેલા જેલ રોડ સ્ટેશને પહોંચ્યા ત્યાંથી ધર્મનગર સ્ટેશને જવાનું જણાવતાં તેઓ ત્યાંથી ધર્મનગર સ્ટેશને પહોંચ્યાં હતા. પરંતુ આ દોડધામમાં સમય વિતી જતાં ટ્રેન ચૂકી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...