• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gutkha Trader Gets Rs 7.50 Crore In Cash, Rs 6.50 Crore In Jewelery; More Than 20 Lockers Found, Trader Admitted To Hospital Despite Chest Pain

બીજા દિવસે પણ ITની કાર્યવાહી:ગુટખા વેપારીને ત્યાંથી 7.50 કરોડ રોકડા, 6.50 કરોડની જ્વેલરી મળી; 20થી વધુ લોકર મળ્યા, છાતીમાં દુખાવો છતાં વેપારી હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બીજા દિવસે પણ ITના દરોડાની કાર્યવાહી ચાલુ રહી

ગુટખાના વેપારી મુસ્તફામિયાં શેખના 14 સ્થળે સતત બીજા દિવસે પણ દરોડાની કામગીરી ચાલુ રહી હતી. અધિકારીઓને દરોડામાં રૂ. 7.50 કરોડ રોકડા, 6.50 કરોડની જ્વેલરી તેમજ 20 કરતા વધારે બેંકના લોકર મળ્યા મળી આવ્યા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન બુધવારે મુસ્તફાને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જેના કારણે ઇન્કમટેકસ અધિકારીને મળેલી રોકડ, દાગીના, લોકર, હિસાબી ચોપડા, દસ્તાવેજોની તપાસ થઈ શકી નથી.

દરોડા દરમિયાન ઇન્કમટેક્સ અધિકારીઓને ઘરના બેડમાં, રસોડાના વાસણોમાં તેમજ અન્ય જગ્યાએ સંતાડેલા રોકડ અને જ્વેલરી મળી આવી હતી. અધિકારીઓને અંદાજે રૂ. 7.50 કરોડ રોકડા અને જ્વેલરી રૂ. 6.50 કરોડની જ્વેલરી દરોડા દરમિયાન મળી આવ્યા છે. આ ઉપરાંત અધિકારીઓને જુદી જુદી બેંકોમાં 20 કરતા વધારે લોકર પણ મળ્યા છે. વેપારીને છાતીમાં દુખાવો ઉપડતાં દરોડા દરમિયાન મળી આવેલા દસ્તાવેજો, રોકડ, જ્વેલરી અને બેંક લોકરની પૂછતાછ થઇ શકી નથી. ઉલ્લેખનીય છે કે ગુટખામાં જીએસટી ચોરી કરવા માટે રોકડમાં વ્યવહારો કરવામાં આવતા હતા. જેના કારણે મુસ્તફાના ઘરમાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે.

હોલસેલ વેપારીઓને ત્યાં તપાસ કરાશે
માણેકચંદ ગુટખાના ગુજરાતના ડીલર મુસ્તફાએ કેટલા પ્રમાણમાં ગુટખાની આવક કરી છે તેના હિસાબી ચોપડા આઇટીના અધિકારીઓના હાથમાં આવ્યા છે. આ ચોપડામાં હોલસેલ વેપારીઓ કે જેમણે રોકડમાં ગુટખાના માલની ખરીદી કરી છે તેના હિસાબો મળી આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...