તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:જીયુસેક ઈન્ક્યુબેશન સેન્ટરના વિદ્યાર્થીઓ ઈનોવેશનમાં વિજેતા, હવે ગ્લોબલ લેવલની સ્પર્ધામાં ત્રણ વિદ્યાર્થીઓ ભાગ લેશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના જીયુસેક ઈન્ક્યુબેશન સેન્ટરના ત્રણ વિદ્યાર્થીઓ ઈનોવેશન માટે યોજાએલી સ્પર્ધામાં વિનર બન્યા હતા. ગ્લોબલ સ્ટુડન્ટ આંત્રપ્રિન્યોર નામની આ સ્પર્ધા આંત્રપ્રિન્યોર ઓર્ગનાઈઝેશન ગુજરાત ચેપ્ટર દ્વારા યોજાઈ હતી. જેમાં જીયુસેકના ત્રણ વિદ્યાર્થી વિજેતા રહેતા 50 હજારથી એક લાખ સુધીના પ્રાઈઝ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓ આંત્રપ્રિન્યોર ઓર્ગનાઈઝેશનની ગ્લોબલ લેવલની સ્પર્ધામાં ભાગ લેશે. વિનર બનનાર વિદ્યાર્થીઓમાં ત્રિસલા પંજાબી, આભાસ સેનાપતિ, વેદાંત માંકડ એમ ત્રણને પ્રાઈઝ આપવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ તેમના ઈનોવેશનને લગતા આઈડીયા જ્યુરી સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં 100થી વધુ એપ્લિકેશન વિદ્યાર્થીઓની આવી હતી. જેમાં જુદા-જુદા પ્રકારના આઈડીયા રજૂ કરાયા હતા. જે વિદ્યાર્થી ગ્લોબલ લેવલે વિજેતા બનશે તેમને મેન્ટરશિપ પણ મળશે. આ સાથે વિદ્યાર્થીઓને ડૉલરમાં પ્રાઈઝ પણ મળશે જે તેમના આઈડીયાને આગળ વધારવા માટે ઉપયોગી થશે. આ સાથે પ્લેટફોર્મ થકી યોગ્યતાના આધારે ફંડ પણ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો