ઉજવણી:મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી, કોરોના મહામારી દુર થાય તેવી પ્રાર્થના કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ
  • મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યાં હતાં

સનાતન વૈદિક પરંપરાની સંસ્કૃતિના ગૌરવંતા ગુરુ પૂર્ણિમાના પરમ પાવન પર્વ પુણ્યાતિ પૂર્ણ દિવસ મનાવવામાં આવે છે. અજોડ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂરાણ પ્રસિદ્ધ પ્રાચીનતમ સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન થતું રહે તે માટે ઉદાર દિલે ઉમદા પરંપરા પ્રસ્થાપિત કરી. ગુરુનું ગૌરવ ગુણશાળી, સત્વ ગુણોથી ગૂંથાયેલું રહે તે માટે શિક્ષાપત્રીમાં પ્રબંધો બાંધ્યા. આ પુણ્યશાળી પરંપરામાં સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, આર્ષદ્રષ્ટા ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાને સ્વામિનારાયણ ગાદીના પરિવારમાં ગુરુનું પૂજન વેદોક્ત વિધિ અનુસાર તથા ગુરુ મહાત્મ્યનું ગુણગાન કર્યું હતું.

ગુરુના ગુરુત્વનું ગૌરવ સદૈવ ગગનગોખે ગુંજતું રહે તે સાધનામાં લાગી રહેવાની હાકલ કરવામાં આવી હતી
ગુરુના ગુરુત્વનું ગૌરવ સદૈવ ગગનગોખે ગુંજતું રહે તે સાધનામાં લાગી રહેવાની હાકલ કરવામાં આવી હતી

જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં દિવ્ય સાનિધ્યમાં તથા પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વભરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં મંદિરોમાં વૈદિક મંત્રોના શાંતિપાઠ સહ ગુરુ પૂજન, ગુરુ સ્તુતિ, ગુરુ મહાત્મ્ય, ગુરુના ગુરુત્વનું ગૌરવ સદૈવ ગગનગોખે ગુંજતું રહે તે સાધનામાં લાગી રહેવાની હાકલ કરવામાં આવી હતી.

પ્રાર્થનામાં જે શક્તિ અદ્ભૂત, અલૌકિક છે એ શક્તિ આજે કોઈ ટેક્નોકલોજીમાં જોવા મળતી નથી
પ્રાર્થનામાં જે શક્તિ અદ્ભૂત, અલૌકિક છે એ શક્તિ આજે કોઈ ટેક્નોકલોજીમાં જોવા મળતી નથી

મહામારી દુર થાય તેની પ્રાર્થના પણ કરાઈ
છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોનાના કારણે વિશ્વમાંથી કોરોના દૂર થઈ જાય તે માટે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પૂજા કરી પ્રાર્થના કરી હતી. પ્રાર્થનામાં જે શક્તિ અદ્ભૂત, અલૌકિક છે એ શક્તિ આજે કોઈ ટેક્નોકલોજીમાં જોવા મળતી નથી.સરકારના નિયમો અનુસાર ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યાં હતાં. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ વિદેશના તમામ સ્વામિનારાયણ મંદિરોમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી હતી.