તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગુરુકુળ મહિલા કોલેજમાં યોજાઈ ઓનલાઈન સ્પર્ધા, ક્વીઝ અને ક્રોસવર્ડ સહિતની સ્પર્ધા યોજી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગ દ્વારા વિવિધ પ્રકારની ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિપાર્ટમેન્ટના મોટાભાગના વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો. ઇંગ્લિશ સ્ટડી સર્કલ અંતર્ગત આયોજિત વિવિધ સ્પર્ધાઓ જેવી કે ફેન્સી ડ્રેસ, વર્ચ્યુઅલ આર્ટ મેકિંગ, પોએટ્રી રેસિટેશન, ફની સ્ટોરી નરેશન, ક્વીઝ અને ક્રોસવર્ડ કોમ્પિટિશન એમ જુદી-જુદી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનુપમ નાગરના કહ્યા મુજબ વિદ્યાર્થીઓ ઘરે રહીને પણ એક્ટિવ રહે તે હેતુથી આ જુદી જુદી એક્ટિવિટી યોજવામાં આવી રહી છે. ખાસ કરીને વક્તૃત્વ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં રસ વધે તેમજ અંગ્રેજીમાં ઈમ્પ્રુવમેન્ટ જોવા મળે તે હેતુથી આ કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સાથે ઘણા વિદ્યાર્થીઓમાં આર્ટને લગતી કળા હોય છે આ પ્રકારના પ્લેટફોર્મથી તેમને પ્રોત્સાહન મળે છે. આ પહેલા ક્રિસમસ સેલિબ્રેશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો