ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ની ગુજકેટની પરીક્ષા સોમવારે યોજાશે. સવારે 10થી 4 દરમિયાન ત્રણ તબક્કામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ વિષયની પરીક્ષા થશે. પ્રત્યેક વિષયમાં 40 માર્કસના 40 પ્રશ્નોની પરીક્ષા થશે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં આવેલા પરીક્ષા કેન્દ્રોમાં સવારે 10થી 12 દરમ્યાન ફિઝિક્સ, કેમેસ્ટ્રી વિષયની 120 માર્કસની પરીક્ષા થશે. બીજી તરફ બપોરે 1થી 2 બાયોલોજીની 40 માર્કસની બપોરે 3થી 4 મેથ્સની 40 માર્કસની પરીક્ષા છે. સવારે 10થી 12 ભૌતિક શાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં કુલ 80 પ્રશ્નો, 80 ગુણ અને 120 મિનિટ મળશે.
ગુજકેટની પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ ત્રણ માધ્યમોમાં લેવાશે. ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી -ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે 2017થી ગુજકેટ ફરજિયાત કરાઈ છે. ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-એ, ગ્રૂપ-બી, ગ્રૂપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષાનુ આયોજન હાથ ધરાયંુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.