આજે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં એકંદરે તમામ પેપર સરળ રહ્યા હતા. ફિઝિકસના પેપર અંગે નિષ્ણાત શિક્ષક મિલન પટેલે જણાવ્યું હતું કે, આજનું પેપર ખૂબ સરળ હતું. અગાઉના વર્ષ કરતા આ વર્ષનું પેપર સરળ રહ્યું છે. વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા સારી રહી છે જે બાદ હવે ગુજકેટની પરીક્ષા સારી રહી છે જેથી વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવી શકશે.
કેમેસ્ટ્રીના પેપરમાં ત્રણ પ્રશ્નોમાં MCQ ખોટા અપાયા
કેમેસ્ટ્રીના નિષ્ણાત શિક્ષક હિતેશ અસવાનીએ જણાવ્યું હતું કે, કેમેસ્ટ્રીનું પેપર તો સરળ હતું પરંતુ 3 MCQના જવાબ સાચા નહોતા આપ્યા. 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા, પરંતુ ચારેય ઓપ્શન ખોટા હતા. બાકી 37 MCQ સરળ હતા જેના માર્ક્સ સરળતાથી મળી શકે છે.
મેથ્સનું પેપર એવરેજ રહ્યું
મેથ્સના નિષ્ણાત શિક્ષક વિશાલ પટેલે જણાવ્યું હતું કે, 1 કલાકમાં મેથ્સના 40 MCQ કરવાનો વિદ્યાર્થીઓ માટે ટાસ્ક હતો, પરંતુ વિદ્યાર્થીઓ સારી રીતે સમયસર પેપર પૂરું કરી શક્યા છે. પેપર બહુ હાર્ડ પણ નહીં અને બહુ સરળ પણ નહોતું. બાયોલોજીના નિષ્ણાત શિક્ષક પૃથ્વી ઠક્કરે જણાવ્યું હતું કે, પેપરમાં કોઈ ભૂલ નહોતી, પેપર ખૂબ સરળ હતું. પેપર અગાઉના વર્ષ કરતા ખૂબ સરળ હતું.
1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
આજે ગુજેક્ટની પરીક્ષામાં 1,07,694 વિદ્યાર્થીઓ પૈકી 1,02,913 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બાયોલોજીમાં 67,934 વિદ્યાર્થીઓ પૈકી 64,965 વિદ્યાર્થીઓ અને મેથ્સમાં 40,073 વિદ્યાર્થીઓ પૈકી 38,452 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રથમ સેશનમાં અમદાવાદ ગ્રામ્ય ખાતે કેમેસ્ટ્રી અને ફિઝિકસમાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો જેની સામે કોપી કેસ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.