તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે સતત ત્રીજી વખત ગુજરાત એસટી કોર્પોરેશનને સૌથી સલામત બસ સેવાનો એવોર્ડ આપ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે નવી દિલ્હીમાં એસ.ટી. નિગમને આગામી18 જાન્યુઆરીએ એવોર્ડ વિજેતા ટ્રોફી ઉપરાંત 2 લાખનો પુરસ્કાર એનાયત કરાશે. ગુજરાત એસટીએ આ સાથે ‘એસ.ટી.અમારી-સલામત સવારી’ સૂત્રને સાર્થક કર્યું છે. ગુજરાત રાજ્યમાર્ગ વાહન વ્યવહાર નિગમે પ્રતિ 1 લાખ કિલોમીટરે સલામત,સુરક્ષિત અને ઓછામાં ઓછા અકસ્માતથી સંચાલન કરીને 7500 ફલીટ સર્વિસની કક્ષામાં આ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
રાજ્યમાં 1 લાખ કિલો મીટરે થતા આવા અકસ્માતનું પ્રમાણ સૌથી ઓછું 0.06 રહ્યું છે. એસ.ટી.નિગમે દરરોજના 34 લાખ કિ.મી.ના સંચાલનથી 25 લાખ જેટલા મુસાફરને પરિવહનની સુવિધા પુરી પાડી છે. રાજયમાં છેલ્લા 10 વર્ષ એટલે કે 2009-10થી 2019-2020 સુધીમાં આવા અકસ્માતોનું પ્રમાણ 0.11થી ઘટીને અત્યંત નીચું 0.06 થઇ ગયું છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.