• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujarat's Poorest Corporator Kirit Parmar Is The Mayor Of Ahmedabad, With Assets Worth Only Rs 6 Lakh While Assamese Hitesh Barot Worth Rs 34 Crore Is At The Helm Of The Standing Committee.

ત્રણ શહેરમાં નવા મેયરની જાહેરાત:ગુજરાતના સૌથી ગરીબ કોર્પોરેટર કિરીટ પરમાર અમદાવાદના મેયર, માત્ર 6 લાખની મિલકત જ્યારે 34 કરોડના આસામી હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીનું સુકાન

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના મેયર કિરીટ પરમારનું નાનકડું ઘર. - Divya Bhaskar
અમદાવાદના મેયર કિરીટ પરમારનું નાનકડું ઘર.

ગુજરાતની ત્રણ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના મેયર પદે રાજ્યના સૌથી ગરીબ કોર્પોરેટર કિરીટ પરમારની પસંદગી થઈ છે. કિરીટ પરમાર માત્ર 6 લાખ રૂપિયાની મિલકતો ધરાવે છે. જેમાં વતનમાં 4 લાખ રૂપિયાની જમીન, 2.79 લાખની બેન્ક ડિપોઝિટ અને માત્ર 15 હજારની રોકડનો સમાવેશ થાય છે.

અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટનો બંગલો
અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટનો બંગલો

જ્યારે 34 કરોડ રૂપિયાની મિલકતો સાથે અમદાવાદના સૌથી ધનિક કોર્પોરેટર ગણાતા હિતેશ બારોટની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વરણી થઈ છે.

અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર માત્ર 6 લાખ રૂપિયાની મિલકતો ધરાવે છે.
અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર માત્ર 6 લાખ રૂપિયાની મિલકતો ધરાવે છે.

અમદાવાદ શહેરના નવા મેયર અપરિણીત એવા કિરીટ પરમાર સંઘના પૂર્ણકાલીન સ્વયંસેવક છે. તેઓ ચાલીમાં આવેલા એક રૂમ-રસોડાના નળિયાવાળા કાચા મકાનમાં રહે છે.મેયર પદે વરણી પછી પણ તેમણે મેયરના સત્તાવાર આવાસના બદલે કાચા મકાનમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના ડેપ્યુટી મેયર પદે ગીતા પટેલની વરણી થઈ છે.

હિતેશ બારોટના બંગલા બહાર રોશની
હિતેશ બારોટના બંગલા બહાર રોશની

વડોદરાના મેયરપદે યુવા ટેકનોક્રેટ કેયૂર રોકડિયાની વરણી થઈ
વડોદરાના નવા મેયર તરીકે યુવા ટેકનોક્રેટ કેયૂર રોકડિયાની વરણી થઈ છે. 58 વર્ષીય નંદાબેન જોશી ડેપ્યુટી મેયર તથા 51 વર્ષીય ડો.હિતેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યાં છે.

વડોદરાના નવા મેયર યુવા ટેકનોક્રેટ કેયૂર રોકડિયા.
વડોદરાના નવા મેયર યુવા ટેકનોક્રેટ કેયૂર રોકડિયા.

પક્ષીપ્રેમી, સેવાકાર્યો માટે જાણીતા કીર્તિબેન ભાવનગરનાં મેયરપદે
ભાવનગરના મેયરપદે કીર્તિબેન દાણીધારીયાની વરણી થઈ છે. તેઓ પશુ-પક્ષી પ્રેમી છે. તેમણે લૉકડાઉન વખતે સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી.

ભાવનગરના મેયરપદે કીર્તિબેન દાણીધારીયાની વરણી. તેઓ પશુ-પક્ષી પ્રેમી છે.
ભાવનગરના મેયરપદે કીર્તિબેન દાણીધારીયાની વરણી. તેઓ પશુ-પક્ષી પ્રેમી છે.
અન્ય સમાચારો પણ છે...