ભાસ્કર એનાલિસિસ:ગુજરાતના રોકાણકારોની મૂડી 5 મહિનામાં 3 લાખ કરોડ ઘટી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેરબજારમાં સૌથી વધુ વોલ્યુમ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઇ બાદ ગુજરાતીઓ વધુ સક્રિય રહ્યાં છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સતત નકારાત્મક વલણ જોવા મળ્યું છે. ભૂ-રાજકીય ઘટનાક્રમ, યુદ્ધ, મોંઘવારી તથા વ્યાજદર વધારા જેવા પરિબળોને કારણે શેરબજારો સતત તૂટી રહ્યાં છે.

2022માં ઇક્વિટી માર્કેટમાં રોકાણકારોની કુલ મૂડી 21 લાખ કરોડ ઘટી છે જેમાં ગુજરાતનો 12-13 ટકા હિસ્સો ધ્યાનમાં લેતા સરેરાશ 2.5-3.0 લાખ કરોડનું નુકસાન ગુજરાતી રોકાણકારોને થયું છે. રિસ્ક લેવામાં ગુજરાતી રોકાણકારો માહેર છે તેને ધ્યાનમાં લેતા હવેના દરેક ઘટાડે ફરી રોકાણકારો સક્રિય બનશે અને બમણું રોકાણ કરી ઉત્તમ રિટર્ન મેળવશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

દરમિયાન ગુરુવારે સેન્સેક્સ વધુ 1416.30 પોઇન્ટ એટલે કે 2.61 ટકાના ઘટાડા સાથે 53000ની સપાટી ગુમાવી 52792.23 બંધ રહ્યો છે જ્યારે નિફ્ટી 430.90 પોઈન્ટ એટલે 2.65 ટકા ઘટીને 15,809.40 પર બંધ રહ્યો છે. રોકાણકારોની મૂડી ઘટી 249.06 લાખ કરોડની સપાટીએ પહોંચી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં રોકાણકારોની મૂડીમાં સરેરાશ 21 લાખ કરોડનો ઘટાડો થયો છે. મોટાભાગના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ સરેરાશ 2-6 ટકા સુધી ઘટ્યાં છે.

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા વધુ નબળો પડી 77.72ની નવી નીચી સપાટી પર બંધ રહ્યો છે. વૈશ્વિક સ્તરે ફંડામેન્ટલ હજુ નકારાત્મક સાંપડી રહ્યાં છે. અમેરિકા, યુકેમાં ફુગાવો 40 વર્ષની ઉંચી સપાટી પર છે. શ્રીલંકા, ફ્રાંન્સ કટોકટી જાહેર કરી ચૂક્યા છે. ચીન તેમજ અન્ય દેશોમાં ઉત્પાદન-માગ ઘટી રહ્યાં છે. બેરોજગારીમાં વધારો થઇ રહ્યો છે. કોર્પોરેટ સેક્ટર માટે ઇનપૂટ કોસ્ટ વધી રહી છે જેની અસર હજુ જોવા મળી શકે છે.

2022 : ગુજરાતની ટોપ 15માંથી 8 કંપનીમાં હજુ પોઝિટિવ રિટર્ન

કંપની3-1-22બંધતફાવત
અદાણી પાવર101297194
GMDC74169128
અદાણી ગ્રીન1347231772
જીએનએફસી44460837
અદાણી ટોટલ1745237536
કંપની3-1-22બંધતફાવત
અદાણી ટ્રાન્સ.1725226731
અદાણી એન્ટર.1717211424
સન ફાર્મા8488844
અદાણી પોર્ટ્સ736735-0.14
એલેમ્બિક ફાર્મા810732-10
કંપની3-1-22બંધતફાવત
ઝાયડસ વેલનેસ18741585-15
ટોરેન્ટ ફાર્મા32532586-21
ટોરેન્ટ પાવર555422-24
ઝાયડસ લાઈફ477341-29
એલેમ્બિક લિ.10870-35

આ વર્ષે રોકાણકારોની મૂડી 21 લાખ કરોડ ઘટી, રૂપિયો 346 પૈસા તૂટ્યો

કેલેન્ડર વર્ષ 2022માં વૈશ્વિક સ્લોડાઉનમાં ઇક્વિટી માર્કેટમાં સુનામી જોવા મળી છે. વૈશ્વિક બજાર પાછળ ભારતીય બજારને મોટી અસર પડી છે. સૌથી વધુ ઘટાડાનો ટ્રેન્ડ રશિયા-યુક્રેન યુધ્ધ બાદથી ભારતીય બજારમાં જોવા મળ્યો છે. ચાલુ વર્ષમાં રોકાણકારોની મૂડી સરેરાશ 21 લાખ કરોડ ઘટી ચૂકી છે જ્યારે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 346 પૈસા તૂટી 77.72ની નીચી સપાટીએ સરક્યો છે. વૈશ્વિક સ્તરે મોટા ભાગના માર્કેટ સરેરાશ 15-27 ટકા તૂટ્યા છે જ્યારે ભારતીય માર્કેટ 10 ટકા સુધી જ ઘટ્યું છે.

બજાર વધુ તૂટશે, નાના રોકાણકારો માટે તક
ભારતીય બજારમાં હજુ 10 ટકા ઘટાડાની સંભાવના છે. ભારતીય બજારમાં નિફ્ટી માટે 14800 નીર્ણાયક સપોર્ટ જે તૂટતા 14400 આવી શકે જ્યારે સેન્સેક્સે 53000નું સપોર્ટ ગુમાવતા 48800 અને ત્યારબાદ 47000 સુધી પહોંચે તો નવાઇ નહીં. હવેના દરેક ઘટાડે નવા રોકાણ માટે નવી તકનું નિર્માણ થઇ રહ્યું છે પરંતુ એકસામટા રોકાણના બદલે કટકે-કટકે રોકાણનો વ્યુહ અપનાવવો ફાયદામંદ રહેશે.> જિગ્નેશ માધવાણી, ટોરીન વેલ્થ ગ્રુપ.

અન્ય સમાચારો પણ છે...