લોન્ચિગ:ટિકટોક બંધ થતાં ગુજરાતની પ્રથમ વિડીયો એન્ટરટેઈનમેન્ટ એપ્લિકેશન ‘મોબીસ્ટાર’ લોન્ચ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ એપ્લિકેશન દરેક વયના લોકો માટે બનાવવામાં આવી છે - Divya Bhaskar
આ એપ્લિકેશન દરેક વયના લોકો માટે બનાવવામાં આવી છે

ચીન સાથે સીમા પર ઘર્ષણની ઘટના બાદ ભારત સરકારે અનેક ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ ફરમાવ્યો હતો જેમાં ખૂબ જ પ્રખ્યાત ટિકટોક એપ્લિકેશન પણ પ્રતિબંધ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની ઘોષણા કરી જેથી મનોરંજન માટે કોઈ શોર્ટ વિડીયો એપ્લિકેશન નહોતી, ત્યારે ગુજરાતીએ આત્મનિર્ભર ભારતને આગળ વધારવા માટે ‘મોબીસ્ટાર’ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. જે ગુજરાતની પ્રથમ વિડિયો એપ્લિકેશન છે. આ એપ્લિકેશન "મેક ઇન ઇન્ડિયા"ના કોન્સેપ્ટને સાર્થક કરે છે. મોબીસ્ટાર એ એક એવું પ્લેટફોર્મ છે, જે દરેક ઉંમરના વ્યક્તિમાં રહેલ ટેલેન્ટને ભારત તથા અન્ય દેશોમાં પહોંચાડવામાં મદદ કરે છે અને તેમની લોકપ્રિયતામાં વધારો કરે છે. ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થયેલા લોકો ફરી હવે મોબીસ્ટાર પર પરત આવ્યા છે.

7 એપ્લિકેશનના ફીચર્સ સામેલ
હવે આ મનોરંજન એપ્લિકેશનની ઘોષણા અમદાવાદમાં થઇ હતી. જેમાં ઘણાં બધા પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર ઉપસ્થિત રહ્યાં હતાં. અન્ય એપ્લિકેશનોની સરખામણીમાં મોબીસ્ટારમાં વિડિયો એડિટિંગના ઘણાં બધા ફીચર્સ છે અને ચાઈનીઝ એપ્લિકેશનો બંધ થયા બાદ તેમાંની 7 એપ્લિકેશનોના ફીચર્સ આ એપમાં આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાતના પ્રખ્યાત વિડીયો ક્રિએટર્સ વિડીયોઝ બનાવી રહ્યા છે
મોબીસ્ટારના ફાઉન્ડર મેમ્બર્સ- શૈલેષ વસાણી અને મનોજ સેંઘાણીએ જણાવ્યું હતું કે, "વડાપ્રધાને આત્મનિર્ભર ભારતની ઘોષણા કર્યાં બાદ અમે અમારી કાર્યશૈલીને વધારી અને મોબીસ્ટાર પ્લેટફોર્મ રજૂ કર્યું. આ એપ્લિકેશન દરેક વયના લોકો માટે બનાવવામાં આવી છે. ગુજરાતની આ સેગમેન્ટમાં પ્રથમ એપ્લિકેશન છે, જેમાં ગુજરાતના પ્રખ્યાત વિડીયો ક્રિએટર્સ વિડીયોઝ બનાવી રહ્યા છે અને મોબીસ્ટાર પર એક્ટિવ થઈ રહ્યાં છે. આ એપ્લિકેશન દ્વારા લોકો પોતાના ઈન્ટરેસ્ટ પ્રમાણેના વિડીયો જોઈ શકે છે, ઉપરાંત આ એપ્લિકેશનમાં એવા ઘણા ફીચર્સ છે જે લોકોમાં આકર્ષણ ઉભું કરે છે. અમે આની ઘોષણા માટે અમે આ ખાસ પ્રોગ્રામનું આયોજન કર્યું, જેમાં લગભગ 110 જેટલાં સોશિયલ મોડિયા ઈન્ફ્લ્યુએન્સર ઉપસ્થિત રહ્યાં અને કેટલાંક કલાકાર મહેમાનો એ પણ પોતાની હાજરી આપી."

20 દિવસમાં જ 1.25 લાખ કરતા વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
મોબીસ્ટારના પાયોનિયર મેમ્બર, કપિલ વસાણીએ જણાવ્યું હતું કે, "ગુજરાતના ટેલેન્ટ તેમજ ભારતભરના ટેલેન્ટને ગ્લોબલ ટેલેન્ટ બનાવવા માટે અમે આ એપ્લિકેશન બનાવી છે. ઈન્ડિયા ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુગાન્ડા, જર્મની, ફ્રાન્સ, કેનેડા, લંડન, સ્વીડન, સ્પેન, ઈઝરાયેલ, આફ્રિકા તથા દુબઈ વગેરે દેશોના લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે અને અત્યાર સુધી ફક્ત 20 દિવસમાં જ 1.25 લાખ(આઇઓએસ + એન્ડ્રોઇંડ યૂઝર્સ) કરતાં પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 20 દિવસમાં અમે 2.25 લાખ જેટલાં વિડીયોઝ મેળવ્યા છે.

રવિવારે અમદાવાદમાં યોજાયેલ પ્રોગ્રામ ખાસ વિડીયો ક્રિએટર્સનો ઉત્સાહ વધારવા અને પ્રિ-દિવાળી સેલિબ્રેશન માટે આયોજિત કરવામાં આવેલ હતો. ઉપરાંત, દિવાળીમાં હોમમેડ રંગોળી કોમ્પિટિશન પણ યોજવામાં આવશે જેમાં વિજેતાને કેશબેક પ્રાઈઝ મળશે.

અન્ય સમાચારો પણ છે...