તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Gujarat's First Coronavirus Positive Patient Thanked The Ministers, Including The Entire Health Department Of Civil Hopital Surat

સુરત:સુરતની રીટાએ સારવાર વખતે હાઇજિન, સેફ્ટી અને ઇનોશનલ સપોર્ટ આપવા બદલ સમગ્ર આરોગ્ય વિભાગનો આભાર માન્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીટા બચકાનીવાલાએ વીડિયો જાહેર કરી આભાર વ્યક્ત કર્યો

સુરતઃ ગુજરાતમાં કોરોનાની સૌપ્રથમ દર્દી રીટા બચકાનીવાલાએ વીડિયો જાહેર કરી સમગ્ર તંત્રનો આભાર માન્યો છે. રીટાએ વીડિયોમાં સિવિલ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ સહિત ડોક્ટરનો આભાર માન્યો છે. તે કહે છે, ‘સારવાર, હેલ્થ, હાઇજિન, સેફ્ટી અને ઇમોશનલ સપોર્ટ આપવા માટે હું ડોક્ટર અશ્વિન વસાવા સહિત સુરત સિવિલ હોસ્પિટલના સમગ્ર આરોગ્ય વિભાગના સ્ટાફનો આભાર માનું છું.’ આ સિવાય પોતાના પરિવારજનોનું ધ્યાન રાખવા માટે સુરત મહાનગરપાલિકાનો પણ આભાર વ્યક્ત કર્યો છે. તેટલું જ નહીં, સારવાર દરમિયાન તેને ખબર અંતર પૂછનારા દરેક મંત્રીઓનો પણ રીટાએ આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે, રીટા બચકાનીવાલાનો 19મી માર્ચે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ તેની ટ્રિટમેન્ટ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ગઇકાલે 10 દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...