અમદાવાદ:ગુજરાતની જાણીતી લોક ગાયિકા રાજલ બારોટે પોતાની બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • ચારેય બહેનોએ એકબીજાને રાખડી બાંધી હતી

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના સ્મિતનો પ્રવિત્ર તહેવાર છે. આ તહેવારની ઉજવણી સમગ્ર દેશમાં થાય છે. દર વર્ષે સિંગર, એક્ટર તેમજ ટીવી સેલેબ્રિટિસ રક્ષાબંધનની ઉજવણી કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં વીડિયો તેમજ ફોટોસ પણ શેર કરતા હોય છે. ત્યારે ગુજરાતની જાણીતી લોક ગાયિકા રાજલ બારોટે પણ દર વર્ષેની જેમ આ વર્ષે પણ પોતાની બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ભાઈ ન હોવાથી પોતાની 3 બહેનો સાથે રાજલ બારોટે આ પર્વની અનોખી ઉજવણી કરી હતી. ચારેય બહેનોએ એકબીજાને રાખડી બાંધી હતી. તેમજ વીડિયો તેમજ ફોટોસ પણ પડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...