કોરોનાએ ટ્રેન્ડ બદલ્યો:ગુજરાતમાં દર વર્ષે નવરાત્રિમાં 5 કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતો જાસુસીનો બિઝનેસ ઝીરો થઈ ગયો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ગાઇડલાઈન્સના કારણે આ વખતે મહિલાઓ, યુવતીઓ ઘર આંગણે જ ગરબા રમશે
  • પાર્ટી પ્લોટ કે ક્લબમાં નવરાત્રિનું આયોજન ન હોવાથી ડિટેક્ટિવને આ વખતે કોઈ ઈન્ક્વાયરી મળી નથી

ગુજરાતમાં દર વર્ષે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમવા માટે પાર્ટી પ્લોટ, ફાર્મહાઉસમાં જતા હોય છે પણ કોરોનાએ છેલ્લા બે વર્ષમાં આ ચલણ બંધ કરી દીધું અને આ વખતે પણ શેરી ગરબા જ થશે. જેથી ક્લબ કલચર વાળી નવરાત્રિ હવે જોવા મળતી નથી. સામાન્ય રીતે રાતે મોડે સુધી ગરબે રમવા જતી હાઈ પ્રોફાઈલ પરિવારની કેટલીક મહિલા પર તેમના પરિવારના પુરુષ શંકા કરતા હોય છે, ત્યારે તેઓ લાખો રૂપિયા ચૂકવીને ડિટેકટિવ પાસે જાસૂસી કરાવતા હોય છે. હવે મહિલાઓ, યુવતીઓ ઘર આંગણે જ ગરબે રમવા આવશે, જેથી ડિટેકટિવને કોઈ સોંગધ ખાવા પૂરતો પણ ફોન કરતા નથી. કરોડોનો જાસૂસી બિઝનેસ હવે શૂન્ય થઈ ગયો છે.

કોરોનામાં પરિવારો નજીક આવ્યા
કોરોનાએ અનેક પરિવારને નજીક લાવી દીધા અને પરિવાર વચ્ચે આત્મીયતા વધી તેવા અનેક દાખલા સામે આવ્યા છે. કોરોનાની પ્રથમ વેવ અને બીજી વેવ બન્નેમાં પરિવાર ઘરમાં સ્વજન સાથે રહ્યા તેની સાથે કોઈ સામાજિક મેળાવડા થયા નહીં. જેથી પતિ-પત્ની તેમજ સંતાનો પર શંકા કે વહેમ માટે ડિટેક્ટિવને ચૂકવતા લાખો રૂપિયા હવે ચૂકવતા નથી.

ડિટેક્ટિવ લલિત રાવલની તસવીર
ડિટેક્ટિવ લલિત રાવલની તસવીર

ઘર આંગણે જ ગરબા રમાતા જાસૂસી માટે ઈન્કવાયરી બંધ
અમદાવાદના જાણીતા ડિટેક્ટિવ લલિત રાવલે Divya Bhaskarને જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી નવરાત્રિ થઈ નથી, તેમજ આ વર્ષે પણ ઘર આંગણે જ નવરાત્રિ થવાની છે જેથી અમારી પાસે કોઈ ઇન્કવાઈરી આવતી નથી, સામાન્ય રીતે પોતાના પાર્ટનર અને સંતાન જ્યારે રાતે ગરબા રમવા બહાર જતા ત્યારે પરિવારને ચિંતા હતી કે તે કોઈ અન્ય જગ્યાએ જતા તો નથી, જે માટે તેઓ ડિટેકટિવને સારી એવી ફી ચૂકવતા હતાં. પણ કોરોના અને હવે નવા નિયમના કારણે અમારી પાસે ઇન્કવાયરી આવતી નથી. હવે પરિવારની સ્ત્રી પાત્ર ઘર પાસે જ હોવાથી પરિવાર કોઈ ડિટેકટિવ પાસે જતો નથી.