બિઝનેસ:2022માં ગુજરાતના કોર્પોરેટ ક્ષેત્રને 20-25% ગ્રોથની આશા; ઇન્ફ્રા-ટેક્નોલોજી, લોજિસ્ટિક્સમાં રોજગારી સર્જન

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
  • સ્લોડાઉન, મોંઘવારીનો બોજ છતાં આર્થિક રિકવરી-લિક્વિડિટીમાં વધારો થવાને કારણે
  • ગુજરાતના કોર્પોરેટ સેક્ટરમાં ટોચના એક્ઝિક્યુટિવ સ્તરે ભરતીનું પ્રમાણ વધ્યું

કોરોના મહામારી બાદ જિયો પોલિટિકલ ઇશ્યુ, યુક્રેન-રશિયા વોર, વધતી મોંઘવારી જેવા અનેક નેગેટિવ ફેક્ટર વચ્ચે પણ ગુજરાતના કોર્પોરેટ સેક્ટર 2022ના વર્ષમાં 20-25 ટકાનો પોઝિટીવ ગ્રોથ નોંધવાશે તેવી આશા વ્યક્ત કરી રહ્યાં છે. વૈશ્વિક અર્થતંત્ર માંદુ પડ્યું છે ત્યારે ભારતીય બજારને ઓછી અસર પડી છે તેમાં પણ ખાસકરીને ગુજરાતના ઉદ્યોગો તંદુરસ્ત પોઝિશનમાં છે.

આર્થિક રિકવરી-લિક્વિડિટીમાં વધારો થવાને કારણે મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ રોજગારીનું સર્જન કરી રહી છે. કોર્પોરેટ સેક્ટર દ્વારા રોજગાર સર્જન અને વિસ્તરણ યોજનાઓ છે. આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા કંપનીઓ નવી અને કુશળ કર્મચારીઓની શોધમાં છે. સ્કીલ રોજગાર માટે ગુજરાત મહત્વનું રાજ્ય બની રહ્યું છે ત્યારે ચાલુ કેલેન્ડર વર્ષમાં ગુજરાતની 20 ટકાથી વધુ કંપનીઓ સિનિયર એક્ઝિક્યુટિવ્સ તેમજ ફ્રેશર્સની ભરતી કરવાની યોજના ધરાવે છે.

ન્યૂ એજ કંપનીઓ કર્મચારીઓની સ્કીલ્સ અને કુશળતા પર ભાર મૂકી રહી છે. ઈનોવેશન અને ટેક્નોલોજી આધારિત કંપનીઓ આ વર્ષે ફ્રેશર્સની ભરતી વધારશે. ભારતની અગ્રણી લર્નિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટીમલીઝ એડટેકએ જાન્યુઆરીથી જૂન, 2022 માટે તેનો ફ્લેગશિપ “કેરિયર આઉટલૂક રિપોર્ટ” પ્રસ્તુત કર્યો હતો જેમાં આ રિપોર્ટ તમામ ક્ષેત્રો અને વિસ્તારોમાં ફ્રેશર્સની ભરતી કરવા સાથે સંબંધિત સેન્ટિમેન્ટનું ઊંડું વિશ્લેષણ રજૂ કરે છે.

એક્ઝિક્યુટિવ એક્સેસ ઈન્ડિયા, ટોચના અધિકારીઓની ભરતી સાથે સંકળાયેલી કંપની અનુસાર, અગાઉ ટોચના એક્ઝિક્યુટિવ સ્તરે 90 ટકા ભરતી રિપ્લેસમેન્ટના સ્વરૂપમાં હતી અને માત્ર 10 ટકા ભરતી વિસ્તરણ અથવા વૃદ્ધિને કારણે હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ આંકડો બદલાયો છે. હવે વિસ્તરણ અને વૃદ્ધિને કારણે નવી જગ્યાઓ બનાવવામાં આવી રહી છે અને ભરતીનો હિસ્સો વધીને 30 ટકા થઈ ગયો છે. જ્યારે કોઈ વરિષ્ઠ અધિકારીને ટાર્ગેટ પૂરો ન કરવા અથવા અન્ય કોઈ કારણોસર પદ પરથી હટાવવામાં આવે છે ત્યારે બદલીની ભરતીનું સ્તર ઘટીને 70 ટકા થઈ ગયું છે. છેલ્લા બે મહિનામાં, છેલ્લા એક વર્ષમાં ટેક્નોલોજી અને ડિજિટલ-આધારિત વ્યવસાય ભૂમિકાઓની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.

  • 35 ટકાથી વધુ કંપનીઓનો મત વાર્ષિક 20%થી વધુ ગ્રોથ રહેશે
  • 18 ટકા કંપનીઓમાં હાયરિંગ સેન્ટિમેન્ટ પોઝિટિવ (જુલાઈ-ડિસેમ્બર,2022)
  • 50 ટકા કંપનીઓ વિવિધ સેક્ટર્સની ભરતી યોજના ધરાવે છે
  • 47 ટકા કંપનીઓ દેશભરમાં ફ્રેશર્સની ભરતી ઝડપી કરશે

એડવાન્સ સ્કિલ્સ ધરાવતા ફ્રેશર્સ માટે આ સેક્ટરમાં તક
ટેક્નોલોજી-આઈટી, ઈ-કોમર્સ, બેન્કિંગ, ફાઈનાન્સિયલ, ઈન્સ્યોરન્સ, પાવર-એનર્જી, મેન્યુફેક્ચરિંગ, એફએમસીજી, કંસ્ટ્રક્શન-રિયલ એસ્ટેટ, એજ્યુકેશનલ સર્વિસિઝ, એગ્રિકલ્ચરલ…

ટોચની ભૂમિકામાં ફ્રેશર્સ રોજગારી મેળવી શકે છે
ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનિયર, ટેકનિકલ રાઇટર, ફૂલ સ્ટેક ડેવલપર અને સપ્લાય ચેઇન એનાલીસ્ટ...

ઇનોવેટિવ-સ્કિલ્સ ધરાવતા કર્મચારીઓને તક
ઈનોવેટિવ સેગમેન્ટમાં એડવાન્સ સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સ ધરાવતા કર્મચારીઓને પ્રાધાન્ય મળશે. જેમાં સાયબર સિક્યુરિટી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ડેવઓપ્સ, એઆઈ અને મશીન લર્નિંગ, કન્ટેન્ટ રાઈટિંગ, સોફ્ટવેર ડેવલોપમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડેટા એનાલિટિક્સ એન્ડ સાયન્સ, એઆર-વીઆર, સ્ટ્રેસ્સ મેનેજમેન્ટ, કમ્યુનિકેશન સ્કિલ્સ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને પોઝિટિવ એટિટ્યૂડ સમાવિષ્ટ છે.

કોર્પોરેટ સેક્ટરના ઉત્કૃષ્ટ દેખાવથી બેરોજગારી દર ઓછો
ગુજરાતમાં કોર્પોરેટ સેક્ટરના શ્રેષ્ઠ દેખાવના કારણે બેરોજગારી દર નહીંવત્ છે. દેશમાં 7.8 ટકા બેરોજગારી દર છે જેની સામે ગુજરાતમાં માત્ર 2.1 ટકા સાથે બીજા ક્રમે રહ્યું છે. જ્યારે સૌથી વધુ બેરોજગારી દરમાં હરિયાણા છે. 2022માં આરએન્ડડી, બિઝનેસ ડેવલપમેન્ટ પર કંપનીઓ વધુ ફોકસ કરી રહી છે. - ભાવેશ ઉપાધ્યાય, એચઆર એક્સપર્ટ.

ફ્રેશર્સ ઉપરાંત સ્કિલને પણ તક, આઇટી-ટેક્નોલોજીમાં રોજગારી વધી
વૈશ્વિક સ્તરે સ્લોડાઉન છતાં રોજગારી વધી રહી છે. ટોચની કંપનીઓ આઇટી, ટેક્નોલોજી તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સ્કિલ કામદારને પણ સૌથી વધુ પ્રાધાન્ય આપી રહી છે. પારંપારિકના બદલે આધુનિક એટલે કે એડવાન્સ સ્કિલ ધરાવતા એનાલિસ્ટીક, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, ડિજિટલ માર્કેટિંગમાં માગ વધુ રહેશે. - નીતિ શર્મા, મેનેજમેન્ટ રીપ્રેસેન્ટેટીવ, ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટી, વડોદરા.

ઔદ્યોગિક વસાહતો વર્કર માટે સુવિધા પૂરી પાડે
ગુજરાતમાં લેબર વર્કરનો સૌથી વધુ હિસ્સો છે. લેબર કામમાં યુ.પી, બિહાર, એમ.પીના કામદારો મોટી સંખ્યામાં ગુજરાતમાં કામ માટે આવે છે. તાજેતરમાં ગુજરાત સરકારે કામદારો માટે રહેવાની સુવિધા વિકસાવવા પર ભાર આપ્યો છે અને સાણંદ જીઆઇડીસીમાં ડોરમેટરી બની રહી છે આ મોડલ અન્ય ઓદ્યોગિક વસાહતો અપનાવે તે જરૂરી છે. - અજીત શાહ, પ્રમુખ-સાણંદ જીઆઇડીસી.

અન્ય સમાચારો પણ છે...