તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી તક:ગુજરાતની કોર્પોરેટ-મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વિક્રમ સંવત 2077માં 5 લાખ નવી રોજગારીનું સર્જન કરશે

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના ઇફેક્ટ નવા વર્ષમાં નહીં રહે તો ગુજરાતમાં રોજગારી માટેનાં દ્વાર ખૂલશે, સેલેરીમાં 5-8 ટકા ગ્રોથ થશે
  • સૌથી ઓછા બેરોજગારી દરમાં દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે, ફાર્મા-આઇટી હબથી બેરોજગારી દર ઘટી માર્ચમાં 4 ટકા અંદર જશે
  • વિદેશી રોકાણકારોનું વધી રહેલું આકર્ષણ રોજગારીને વેગ આપશે
  • ઓટો, ફાર્મા, એન્જિનિયરિંગ, ઇ-કોમર્સ સેક્ટરમાં ગુજરાતમાં રોજગારી સર્જન સાથે પગારમાં સૌથી વધુ વૃદ્ધિ થશે

કોરોના મહામારીમાંથી ગુજરાતના મેન્યુફેક્ચરીંગ-એમએસએમઇ તથા કોર્પોરેટ કંપનીઓ ઝડપી બહાર આવી ચૂકી છે. મોટા ભાગની કંપનીઓએ બિઝનેસ રિ-સ્ટ્રક્ચર કર્યો હતો જેના પરિણામે આર્થિક કટોકટીનો સામનો નહિંવત્ કરવો પડ્યો છે. ફાર્મા, ઇ-કોમર્સ, આઇટી તથા એફએમસીજી સેક્ટર પોઝિટીવ ગ્રોથમાં પહોંચી ગયા છે જેના પરિણામે વર્ષ 2021માં ગુજરાતમાં સરેરાશ 4-5 લાખ નવી રોજગારીનું સર્જન થશે તેવો મત નિષ્ણાતો દ્વારા મળી રહ્યો છે. હવે કોરોના ઇફેક્ટ નવા વર્ષમાં નહિં રહે તો ગુજરાતમાં રોજગારી માટેના દ્વાર ખુલવા સાથે સેલેરીમાં 5-8 ટકા ગ્રોથ જોવા મળશે. સૌથી વધુ ગ્રોથ ફાર્મા તથા આઇટી સેક્ટરમાં થશે.

દેશમાં સૌથી ઓછા બેરોજગારી દરમાં ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું છે. વિદેશી રોકાણકારોની પસંદ ગુજરાત રહી છે. ઓટો, ફાર્મા, એન્જિનિયરિંગ, ઇ-કોમર્સ સેક્ટરમાં ગુજરાતમાં આગામી સમયમાં મોટા પાયે રોકાણ આવશે જેના કારણે રોજગારી વધશે. વર્ષ 2011-12માં ગુજરાતમાં બે રોજગારી દર એક ટકાથી પણ ઓછો હતો જે કોરોના સમયમાં વધીને 18 ટકા સુધી પહોંચ્યા બાદ ફરી રિકવર થઇ અત્યારે 11 ટકા આસપાસ છે જે ફરી માર્ચ 2021 સુધીમાં ઘટીને 4 ટકાની અંદર પહોંચી જવાનો અંદાજ છે. રોજગારી સર્જનમાં એમએસએમઇ સેક્ટરનું પણ યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ગુજરાતમાં સૌથી વધુ રહ્યો છે.

હાઈલાઈટ્સ
8
પાયાના સેક્ટરમાં નવી રોજગારી સર્જન સાથે પગાર વૃદ્ધિની પણ તક
14.8% બેરોજગારી દર દેશમાં, કોરોનામાં વધી 23.5 ટકા સુધી થયો
11% બેરોજગારી દર અત્યારે ગુજરાતમાં છે માર્ચમાં ઘટી 3.4 ટકા થશે
20% કેમ્પસ પ્લેસમેન્ટ કોરોનાના કારણે ચાલુ વર્ષે ઘટ્યાં
2 માસનો સમય હજુ નવા હાયરિંગ માટે કંપનીઓ લેશે
15% વધુ સેલેરીમાં સૌથી વધુ વધારો માત્ર ફાર્મા કંપનીઓ કરશે

ગુજરાતમાં સૌથી વધુ રોજગારી સર્જન થશે
ગુજરાત ફાર્મા હબ છે. કોરોના મહામારીના કારણે આ સેક્ટરમાં સૌથી વધુ રોજગારીનું સર્જન થશે માત્ર આ સેક્ટર જ 2.5-3 લાખ નવી રોજગારીની તક પૂરી પાડશે. આ ઉપરાંત આઇટી-ઇ કોમર્સમાં પણ સૌથી વધુ રોજગારીની તકો રહેલી છે. ગુજરાતમાં બેરોજગારી દર અત્યારે 11 ટકા આસપાસ છે જે માર્ચ 2021 સુધીમાં ઘટીને 3.4 ટકાની અંદર એટલે કે 2017-18ની સ્થિતિમાં પહોંચી જશે. મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં પણ છેલ્લા બે માસથી નવી રોજગારીનું સર્જન થવા લાગ્યું છે. નવા વર્ષે ફાર્મા-આઇટી સેક્ટરના કર્મચારીઓને સૌથી વધુ 10-20 ટકા સુધી સેલરી ગ્રોથ મળે તેવી શક્યતા છે. - ભાવેશ ઉપાધ્યાય, ફાઉન્ડર એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયન

MSME સરકારની રાહતોથી સૌથી વધુ રોજગારી સર્જશે
એમએસએમઇ સેક્ટરનું યોગદાન રોજગારી સર્જનમાં સૌથી વધુ રહેલું છે. કોરોના મહામારી બાદ રાજ્ય સરકારે એમએસએમઇને અનેક રાહતો આપી છે. ખાનગી એસ્ટેટ ડેવલપ થઇ રહ્યાં છે. અનેક વિદેશી કંપનીઓ ગુજરાતમાં રોકાણ માટે તત્પર છે. હવે જો કોરોના મહામારી ન સર્જાય તો એન્જિનિયરિંગ, ફાર્મા, ઓટો તથા કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઝડપી રોજગારીનું સર્જન થશે. ગુજરાતમાંથી તમામ સેક્ટરમાંથી નિકાસ વેપાર સતત વધી રહ્યાં છે જેનો સૌથી વધુ ફાયદો ઇન્ડસ્ટ્રીઝને મળશે. દેશમાં ગુજરાત ઝડપભેર આગળ આવશે.-અજીત શાહ, સેક્રેટરી, એફઆઇએ.

ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઝડપી ગ્રોથની સંભાવના
મહામારી બાદ ઇ-કોમર્સ સેક્ટરનો ગ્રોથ ઝડપી રહ્યો છે. દેશભરમાં ગુજરાત મહામારીમાંથી ઝડપભેર બહાર આવી રહ્યું છે. ટેક્સટાઇલ ઇ-કોમર્સ, રિયલ એસ્ટેટ તથા એફએમસીજી સેક્ટરમાં રેડી ટુ ઇટ જેવા સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યો છે. અનેક સેક્ટરમાં કંપનીઓએ બિઝનેસ રિ-સ્ટ્રક્ચરીંગ કર્યું હોવાના કારણે મહામારીમાંથી ઝડપી બહાર આવી ચૂકી છે. - ચિરાગ પટેલ, કો-ફાઉન્ડર સ્ટ્રેટેફિક્સ કન્સલટીંગ

કોરોનામાં કેમ્પસ પ્લેસમેન્ટ 20 ટકા સુધી ઘટ્યાં...
કોરોનાને કારણે આ વખતે કોલેજોમાં પ્લેસમેન્ટ અડધા થઈ ગયા છે અને જૉબ ઑફરમાં પણ ઘટાડો આવ્યો છે સાથે પગાર પણ ઓછો મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટ બેઝ લેવામાં પણ લગભગ તમામ સેક્ટર્સમાં ઘટાડો રહ્યો હતો. એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને અન્ય પ્રોફેશનલમાં સપ્ટેમ્બર-ઑક્ટોબર અને જાન્યુઆરી-ફેબ્રુઆરી પ્લેસમેન્ટ હોય છે, પરંતુ કોરોનાને કારણે કેમ્પસ ઇન્ટવ્યુહમાં ઘટાડો હતો. IIM, XLRL જેવી ટૉપ ઇન્ટીટ્યૂટ્સમાં પણ હાયરિંગ ઘટાડો થયો હતો. એન્ટ્રી લેવલ પગાર પેકેજમાં પણ 15-20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.. IIT બોમ્બે, IIM અમદાવાદ, IIM ઇન્દોર અને IIM નાગપુર જેવી સંસ્થાઓ પણ આ વર્ષે હાયરિંગ ઘટવાની વાત જણાવી છે. ફાર્મા, હેલ્થકેર અને ટેકનોલોજી સિવાય લગભગ તમામ સેક્ટરની હાયરિંગને અસર થઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો