બુટલેગરનો પાર્ટનર ઝડપાયો:ગુજરાતના સૌથી મોટા બુટલેગરનો પાર્ટનર MP બોર્ડરથી ઝડપાયો, જોગિન્દર આઠ દારૂ અને એક હત્યાના કેસમાં સામેલ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં રોજનો ત્રણ કરોડનો દારૂ સપ્લાય કરનાર વિનોદ સિંધી અને તેની ગેંગને તોડી પાડવા માટે તમામ પ્રયાસો હાથધર્યા છે. વિજિલેન્સના ડરથી વિનોદ સિંધી વિદેશ ભાગી ગયો છે. જ્યારે તેના સાથીઓ એક પછી એક પકડાઈ રહ્યા છે. હવે આખા ગુજરાતમાં દારૂનો સપ્લાય કરવામાં મદદ કરનાર વિનોદ સિંધીનો સૌથી મોટો પાર્ટનર જોગિન્દરને મધ્યપ્રદેશ બોર્ડરથી વિજિલન્સ ટીમે ઝડપી લીધો છે. પકડાયા બાદ ગુજરાતમાં દારૂમાં મદદ કરનાર તમામ પોલીસ કર્મચારીઓને પણ ફાફડાડવી આપી ગયો છે કે, તેનું નામ ક્યાં ખુલ્લી ન જાય હવે આ સમગ્ર મામલે ખુદ વિજિલન્સના એસપી ઝીણવટ ભરી તપાસ કરી રહ્યા છે.

વિજિલન્સની ટીમનો બુટલેગરોને પકડવાનો પ્રયાસ
ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે રાજ્યની તમામ બોર્ડરો સીલ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. જેમાં ગુજરાત પોલીસ પણ મદદ કરી રહી છે. બીજી તરફ 150થી વધુ ચેક પોસ્ટ પર હથિયારી બટાલિયન મૂકી દેવામાં આવી છે જે બંને તરફ આવતી જતી ગાડીઓ પર વોચ રાખી રહી છે. આ બધાની વચ્ચે વિજિલન્સની ટીમ સતત મોટા બુટલેગરોને પકડવા માટે પ્રયાસ કરી રહી છે કારણ કે આ મોટા બુટલેગરોને કારણે જ ગુજરાતમાં દારૂ આવે છે.

જોગિન્દરને પકડવામાં પોલીસ સતત નિષ્ફળ
વિનોદ સિંધી મૂડ વડોદરાનો હતો અને તે હાલ દુબઈ છુપાયો છે. જેને પકડવા માટે વિજિલન્સ ટીમ પ્રયાસ કરી રહી છે. મધ્યપ્રદેશ બોર્ડરથી વિનોદ સિંધીનો પાર્ટનર જોગિન્દર ફરી એક્ટિવ થયો હોવાની બાદમી મળતા વોચ ગોઠવીને તેને ઝડપી લીધો છે. જોગિન્દર સામે એક હત્યા અને સંખ્યાબંધ દારૂના ગુનામાં તે સામેલ હોવાની વિગતો સામે આવી છે. હવે જોગિન્દરને પકડવા માટે જે પોલીસ સતત નિષ્ફળ જઈ રહી હતી. વિજિલન્સના એસપી નિરલિપ્ત રાયના કારણે તેને પકડવામાં સફળતા મળી છે.

જોગિન્દર અન્ય નાના-નાના બુટલેગર સાથે કનેક્ટેડ
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં ચૂંટણી ટાણે જોગિન્દર અને તેના માણસો દારૂનો મોટો વેપાર કરવા માંગતા હતા. જ્યારે વિનોદ સિંધીની ધરપકડ થયા બાદ પણ તેની કંપની ચલાવવા માટે જોગિન્દર અન્ય નાના-નાના બુટલેગર સાથે કનેક્ટેડ હતો. હવે જોગિન્દર સાથે કનેક્ટેડ કેટલાક પોલીસકર્મી સામે વિજિલન્સ પુરાવા શોધીને કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...