તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના ટેસ્ટિંગ માટે ગુજરાતની 4 લેબને માન્યતા, અમદાવાદ, જામનગર, સુરત અને ભાવનગરમાં લેબ

કોરોના ઇફેક્ટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ વિશ્વભરમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે.  ગુજરાતમાં અત્યારસુધીમાં 13 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. સાચવેતીના ભાગરૂપે સરકાર દ્વારા તમામ પ્રકારના પગલ ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા  COVID-19ના ટેસ્ટિંગ માટે કેટલીક નેશનલ લેબ્સને નોટિફાઈ કરવામાં આવી છે. જેમાં વાઈરલ રિસર્ચ એન્ડ ડાઈગ્નોસ્ટિક લેબોરેટરીઝ અને અન્ય લેબ્સનો સમાવેશ છે. કેન્દ્ર સરકારે નોટિફાઈ કરેલી નેશનલ લેબ્સમાં ગુજરાતની ચાર લેબ્સનો પણ સમાવેશ છે. આ તમામ લેબ્સ અઠવાડિયાના સાતેય દિવસ ચાલુ રહેશે. 

ગુજરાતની આ ચાર લેબ્સનો સમાવેશ
કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાઈ કરવામાં આવેલી લેબ્સમાં અમદાવાદની બીજે મેડિકલ કોલેજ, જામનગરની એમ.પી.શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત અને ભાવનગરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...