તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હું છું આત્મનિર્ભર ગુજરાત:ગુજરાતના 1 લાખ દિવ્યાંગ આંત્રપ્રિન્યોરની ITથી લઈને જ્વેલરી સુધીના ક્ષેત્રોમાં સફળતા, વાર્ષિક ટર્નઓવર 25 હજાર કરોડથી વધારે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વર્ષે 50-100 કરોડની કમાણી કરતા દિવ્યાંગ બિઝનેસમેન

સફળતાનાં શિખરો સર કરવા શરીર નહીં મન મક્કમ જોઈએ એ વાત સાબિત કરી છે ગુજરાતના 1 લાખ દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોએ. આઇટી-ઑટોમોબાઇલથી લઈને જ્વેલરી સુધીના વિવિધ ક્ષેત્રોમાં આ દિવ્યાંગ આંન્ત્રપ્રિન્યોર્સ વર્ષે સરેરાશ 25 હજાર કરોડ રૂપિયાનું ટર્નઑવર મેળવે છે. ગુજરાતની કુલ વસ્તીમાંથી 50 લાખથી વધુ દિવ્યાંગ લોકો છે એટલું જ નહીં અંદાજે પાંચ લાખથી વધુ દિવ્યાંગો સારી રોજગારી મેળવી રહ્યાં છે અને તેમાં પણ અંદાજે એક લાખથી વધુ દિવ્યાંગો સફળ બિઝનેસનું સંચાલન કરી રહ્યાં છે. મોટા ભાગના લોકો અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કામ કરી રહ્યાં છે.

વિવિધ સંસ્થાઓ પણ દિવ્યાંગોને મદદ કરે છે
સૌથી વધુ આઇટી, બીપીઓ-કેપીઓ, ઓટો મોબાઇલ, જ્વેલરી, ગૃહ ઉદ્યોગ, ગારમેન્ટ, ફુડ ઇન્ડસ્ટ્રીઝ પેઇન્ટિંગ વગેરે સેક્ટરમાં સફળ બિઝનેસ કરી રહ્યાં છે. એટલું જ નહિં ગુજરાતમાં દિવ્યાંગ લોકો માટે અનેક સંસ્થાઓ અને એનજીઓ કામ કરી રહ્યાં છે. વાર્ષિક 25થી વધુ દિવ્યાંગોને આંત્રપ્રિન્યોરનો દરજ્જો રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ (રૂડમી) દ્વારા અપાય છે. આ સંસ્થા છેલ્લા 13 વર્ષથી દિવ્યાંગો માટે કાર્યરત છે. અત્યાર સુધીમાં 125થી વધુ દિવ્યાંગોને આંત્રપ્રિન્યોરનો દરજ્જો અપાવ્યો છે અને દર વર્ષે 25થી વધુ લોકોને આંત્રપ્રિન્યોરદરજ્જો અપાવી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારોના દિવ્યાંગો માટે સૌથી વધુ કામ કરી રહ્યાં છે.

ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં દિવ્યાંગ આંત્રપ્રિન્યોરની સ્થિતિ

શહેરદિવ્યાંગ આંત્રપ્રિન્યોરકુલ ટર્નઓવર
અમદાવાદ34000-3500010000-11000
સુરત15000-170007000-8000
બરોડા4000-50002000-2500
રાજકોટ11000-120003500-4000

(નોંધ : ટર્નઓવર કરોડ રૂપિયામાં)

હાર નથી માની 650 લોકોને રોજગારી આપી રહ્યો છું
ખરાબ સમય આવે તો રાહ જુઓ પોઝિટિવ થોટ્સ પર કામ કરો. જેના થકી હું આજે આઇસ્ક્રીમ કિંગના બિરૂદ ઉપરાંત મારી કંપનીમાં 650થી વધુ લોકોને રોજગારી આપી રહ્યો છું. - નિલેશ મકવાણા, ફાઉન્ડર ડેરીડેન આઇસ્ક્રીમ

‘85 ટકા ડિસએબલ છતાં ઓટોમોબાઇલમાં ક્રાંતિ સર્જી’
એક વર્ષનો હતો ત્યારથી 85 ટકા અંગ ડિસએબલ થઇ ગયાં પરંતુ ક્યારેય હાર માની નથી. અત્યારે દેશભરમાં દિવ્યાંગો કાર ચલાવી શકે તે માટે કીટ મેન્યુફેક્ચરિંગ કરું છું. - સમીર કક્કડ, ફાઉન્ડર, સાઇકા મોબિલિટી હબ

‘40 ટકા કર્મચારી દિવ્યાંગ અને વિધવા છે’
મારી કંપનીમાં 40 ટકાથી વધુ કર્મચારી દિવ્યાંગ અને વિધવા મહિલાઓ છે. દેશ ઉપરાંત વિદેશમાં બર્મા, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, નેપાળમાં નિકાસ પણ કરી રહી છું. - કવિતા મોદી, ફાઉન્ડર, કવિતા પ્લાસ્ટીક્સ

ઝીરોથી 100 કરોડથી વધુના ટર્નઓવર પર પહોંચી ગયો
રિક્ષામાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે રિક્ષાચાલકે ખરાબ વર્તન કર્યું અને મેં ઓટોકેબ બિઝનેસ શરૂ કર્યો. ઝીરોથી શરૂઆત કરી, કંપનીનું ટર્નઓવર 100 કરોડથી વધુ છે. - નિર્મલ કુમાર, ફાઉન્ડર-એમડી, જી-ઓટો, સ્વર્ણીમ બજાજ

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો