ભાસ્કર એનાલિસિસ:ગુજરાતીઓ વર્ષે રૂપિયા 6500 કરોડ વધુ વ્યાજ ચૂકવશે; ઓટો-હોમ લોન પર જ વ્યાજનો 3900 કરોડનો બોજ

અમદાવાદ16 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • લોન મોંઘી... રેપો રેટમાં 0.50% વધારો, 34 દિવસમાં લોન પર 0.90% વ્યાજ વધ્યું
  • 3.26 લાખ કરોડની હોમ લોન પર ગ્રાહકોને વાર્ષિક સરેરાશ રૂપિયા 2934 કરોડનો બોજો વધશે
  • ​​​ગ્રાહકોનાં બજેટ ખોરવાશે, રિયલ એસ્ટેટ-ઓટો, ઔદ્યોગિક સેક્ટરનો ગ્રોથ રુંધાઇ શકે

ભારતીય રિઝર્વ બેન્કે સરેરાશ એક માસના અત્યંત ટૂંકાગાળામાં વધુ એક વ્યાજદર વધારાનો બોજો વેંઢાર્યો છે. સામાન્ય જનતા પર એક તરફ મોંઘવારીનો ડામ અને બીજી તરફ લોન મોંઘી કરી માસિક ખર્ચમાં બોજો વધાર્યો છે. આરબીઆઇએ 4 મેંના રોજ ઓચિંતો રેપોરેટમાં 0.40 ટકાનો વધારો કર્યા બાદ ફરી 0.50 ટકાનો વધારો કરી કુલ 0.90 ટકા વ્યાજદર વધારી દીધો છે. જેની સીધી અસર સામાન્ય લોનધારકો પર પડશે.

આરબીઆઇના વ્યાજદર વધારા પાછળ દેશની તમામ બેન્કો હોમ-ઓટો, પર્સનલ તથા અન્ય લોનના વ્યાજદર વધુ સરેરાશ 0.50-0.75 ટકા સુધી વધારી દેશે તે નક્કી છે. બેન્કો દ્વારા 0.90 ટકાનો પણ વ્યાજ દર વધારો અમલી કરવામાં આવે તો ગુજરાતીઓ પર દર મહિને 543 કરોડનો વ્યાજ બોજો વધી જશે. વૈશ્વિક સ્તરે મોંઘવારી સતત વધી રહી છે ત્યારે વિશ્વના મોટા ભાગના દેશોની સેન્ટ્રલ બેન્કોએ તબક્કાવાર વ્યાજદર વધારો આપી રહી છે. રેપો રેટ 0.50 ટકાથી વધીને 4.9 ટકા કર્યો છે જે કોવિડ પૂર્વેના 5.15 ટકાના દર સુધી લઇ જવાની વિચારણા કરી રહી છે. આમ જોતા હજુ આગામી બેઠકમાં 0.25 ટકાનો વધારાનો બોજ આવે તો નવાઇ નહીં.

ગુજરાતીઓએ કુલ 7.24 લાખ કરોડની હોમ-ઓટો, પર્સનલ, MSME તથા અન્ય પ્રકારની લોન લીધી છે જેના પર છેલ્લા એક જ માસમાં 0.90 ટકાનો બોજો પડતા ગુજરાતીઓ પર વાર્ષિક ધોરણે 6516 કરોડનો બોજો પડશે. રિઝર્વ બેન્કે ભલે મોડો વ્યાજ વધારwો આપ્યો હોય પરંતુ મોટા ભાગની બેન્કોએ લિક્વિડિટીને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ફેરફારની શરૂઆત કરી દીધી છે. વૈશ્વિક સ્તરે બોન્ડ યિલ્ડ વધી રહ્યાં છે ત્યારે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં વધારાની શરૂઆત લેઇટ કરવામાં આવી છે જેનું નુકસાન સામાન્ય લોકો અને ઔદ્યોગિક તેમજ કોર્પોરેટ સેક્ટરને નડશે.

કો-ઓપરેટિવ બેન્કના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુ કે વ્યાજ વધારો આપવો પડે તે વાસ્તવિક હતું. રિઝર્વ બેન્કે તબક્કાવાર અગાઉથી આયોજન બધ્ધ કટકે-કટકે વ્યાજ વધાર્યા હોત તો મોટી મુશ્કેલી જોવા ન મળત. વૈશ્વિક બજારો સાથે તાલ મીલવવા જ પડે તેવી સ્થિતી છે. અત્યાર સુધી ભારતીય ગ્રોથ મજબૂત છે, જીએસટી કલેક્શન વધી રહ્યું હતું તેના કારણે વ્યાજદર વધારાને રિઝર્વ બેન્ક ટાળી રહી હતી. વ્યાજ વધારા પર તમામ સેક્ટર દ્વારા નકારાત્મક સેન્ટિમેન્ટ સાંપડ્યા છે.

હોમ લોન - 50 લાખ પર વાર્ષિક 36684નો બોજ

વિગત7.00%8.00%મહિનામાં વધારોવાર્ષિક વધારો
25 લાખ1938220,9111,52918348
50 લાખ3876541,8223,05736684
1 કરોડ7753083644611473368

(નોંધ: મુદ્દત 20 વર્ષ)

ઓટો લોન - 15 લાખ પર વાર્ષિક 9132નો બોજ

વિગત8.50%9.50%માસિક વૃદ્ધિવાર્ષિક વૃદ્ધિ
5 લાખ79188,1722543048
15 લાખ23755245167619132
25 લાખ3959140860126915228

(નોંધ : મુદત : 7 વર્ષ)

પર્સનલ લોન - 15 લાખ પર વર્ષે 9036નો બોજ

વિગત11.00%12.00%માસિકવાર્ષિક
5 લાખ1087111,1222513012
15 લાખ32614333677539036
40 લાખ8697088978200824096

(નોંધ : મુદત 5 વર્ષ, વ્યાજના દરો વિવિધ બેન્કોમાં જુદા-જુદા)

​​​​​​​ગુજરાતીઓ પાસે સેક્ટર મુજબ લોન સ્થિતિ

વિગતરકમ

0.90%વૃદ્ધિ મુજબ વાર્ષિક બોજ

હોમ3260002934
ઓટો108000972
પર્સનલ73000657
MSME1660001494
એગ્રી22000198
અન્ય29000261
કુલ7240006516
  • ​​​​​​​માત્ર હોમ લોન માટે જ રાજ્યના લોનધારકો 2934 કરોડ વધુ ચૂકવશે.
  • જ્યારે ઓટો લોનમાં 972 કરોડ તથા પર્સનલ લોનમાં 657 કરોડ વધુ ચૂકવવા પડશે.

આનંદો… ફિક્સ ડિપોઝિટ તથા નાની બચત પર વધુ વ્યાજ મળશે
​​​​​​​વૈશ્વિક સ્તરે સ્લોડાઉન, મોંઘવારીમાંથી બહાર આવવા માટે દેશ ઉપરાંત અન્ય દેશોની સેન્ટ્રલ બેન્ક વ્યાજદર વધારો આપી રહી છે. વ્યાજદર વધારાના કારણે તમામ પ્રકારની લોન પર વ્યાજનું ભારણ વધી રહ્યું છે બીજી તરફ દેશમાં બોન્ડ યિલ્ડના દરમાં વધારો થવાથી રોકાણ સેગમેન્ટમાં ફાયદો થશે. આ ઉપરાંત ફિક્સ ડિપોઝિટ તેમજ પોસ્ટ ઓફિસમાં નાની બચત પરના વ્યાજ દર પણ વધી શકે છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી આઉટડેટેડ રોકાણ ગણાતા એવા ફિક્સ ડિપોઝિટ-નાની બચતના વ્યાજ વધે તો રોકાણ પ્રવાહ ડાઇવર્ટ થશે શકે છે. અત્યારે ફિક્સ ડિપોઝિટ પર સરેરાશ 4-6 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે જે એક ટકા સુધી વધી શકે છે.

હોમ લોનમાં 50-100 EMI વધી શકે છે
બેંક બાઝાર ડોટ કૉમના સીઇઓ આદિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે રેપો રેટ વધતા હોમ લોનના દર 7.5%થી 7.75% થઈ જશે. આ દર 8%થી વધુ થશે તેમણે 50થી 100 વધુ EMI ચૂકવવાની તૈયારી રાખવી પડશે. તેઓ EMIમાં સ્વૈચ્છિત વધારાનો વિકલ્પ પસંદ કરી શકશે.

ચાર નવી સુવિધાઓ શરૂ
હવે ક્રેડિટકાર્ડની મદદથી UPI પેમેન્ટની શરૂઆત થશે
ક્રેડિટકાર્ડથી UPIઃ
રિઝર્વ બેન્કે ક્રેડિટકાર્ડથી યુપીઆઇ પેમેન્ટની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેની શરૂઆત રુપે ક્રેડિટકાર્ડથી થશે. નવી વ્યવસ્થા સિસ્ટમમાં જરૂરી સુધારા કરાયા બાદ લાગુ કરાશે.
OTP વિના રીકરીંગ પેમેન્ટઃ રિઝર્વ બેન્કે ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ કે UPI દ્વારા થતા રિકરિંગ પેમેન્ટ પર ઓટો ડેબિટની લિમિટ 5,000થી વધારીને 15,000 કરી છે.તેના માટે OTPની જરૂર નહીં રહે.
હોમ લોનની લિમિટ બમણીઃ સહકારી બેન્કોની હોમ લોનની મર્યાદા વધી છે. ટિયર-1માં આ લિમિટ 30 લાખથી વધારીને 60 લાખ રૂ., ટિયર-2 શહેરોમાં 70 લાખથી 1.40 કરોડ કરાઇ છે. અર્બન કો-ઓપરેટિવ બેન્કો માટે 30 લાખથી વધારીને 75 લાખ કરાઇ છે.
સહકારી બેન્કોમાં ડોરસ્ટેપ સર્વિસઃ રિઝર્વ બેન્કે શહેરી કો-ઓપરેટિવ બેન્કોને ડોર સ્ટેપ સર્વિસીસ પૂરી પાડવાની પણ મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ કો-ઓપરેટિવ બેન્કોનું કામકાજ ઝડપી બનાવવાનો છે.

અન્ય સમાચારો પણ છે...