ટેક્સ કલેક્શનમાં વધારો:ગુજરાતીઓએ 2021-22માં 70 હજાર કરોડ ઇન્કમટેક્સ ભર્યો, એક વર્ષમાં ટેક્સ કલેક્શનમાં 54%નો વધારો થયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • લોકોને મફતમાં વિવિધ લાભો આપવાની વાતો કરતા તમામ રાજકીય પક્ષો જોગ
  • 2021-22 માટે 10 હજાર કરોડથી વધુના રિફંડ અપાયા, આવકવેરા કલેક્શન કોરોના અગાઉના વર્ષ કરતાં પણ 40% વધુ

ગુજરાતીઓએ વર્ષ 2021-22માં 70380 કરોડ રૂપિયાનો આવકવેરો ભર્યો છે. 33 હજાર કરોડથી વધુ કોર્પોરેટ ટેક્સ તો વ્યક્તિગત ઇન્કમટેકસ કલેક્શન 37 હજાર કરોડથી વધુ છે. ગત નાણાકીય વર્ષ 2020-21માં કિલ ઇન્કમટેક્સ કલેક્શન રૂ. 45963 કરોડ હતું. એક જ વર્ષમાં ઇન્કમટેક્સ કલેક્શનમાં 54 ટકાનો વધારો છે.

RTIના જવાબમાં આ વિગતો બહાર આવી
કોરોના પહેલાંના વર્ષ 2019-20ની સરખામણીએ 2021-22માં કલેક્શનમાં 40 ટકાનો નોંધપાત્ર વધારો છે. જોકે, ઇન્કમટેક્સ ભરનારા લોકો અને કંપનીઓમાં ગત વર્ષની સામેઘટાડો નોંધાયો છે. ઇન્કમટેક્સ આકારણીદારોની કુલ સંખ્યા વર્ષ 2020-21માં 94.97 લાખ હતા જે ઘટીને 2021-22માં 80.72 લાખ થયા છે. ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા ઇન્કમટેક્સ વિભાગમાં કરાયેલી RTIના જવાબમાં આ વિગતો બહાર આવી છે. વર્ષ 2020-22 માટે રૂ. 10771 કરોડની રકમના રિફંડ પણ અપાઇ ગયા છે.

વિગત2019-202020-212021-22
કંપની984258175361482
વ્યક્તિગત788195683301787450670
ટ્રસ્ટો206722090938886
કુલ આકારણીદાર873735397970368072579
કોર્પોરેટ ટેક્સ252452136733083
વ્યક્તિગત-અન્ય ટેક્સ250982459537297
કુલ ટેક્સ કલેક્શન503434596370380

​​​​​​આકારણીદારોની વિગત સંખ્યામાં, ટેક્સ કલેક્શનના આંકડા કરોડ રૂપિયામાં, વર્ષ 2021-22ની વિગતો આરટીઆઇને આધારે છે જ્યારે વર્ષ 2019-20 અને 2020-21ની વિગતો સામાજિક-આર્થિક સમીક્ષા અહેવાલના આધારે છે.

સૌથી વધારે ટેક્સ ભરનારા કોણ? આ માહિતી ના આપી શકાય!
RTIમાં એ પણ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે નાણાકીય 2021-22માં સૌથી વધારે ઇન્કમટેક્સ ભરનારા કોણ છે? જોકે, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ માહિતી આપવાનો ઇન્કાર કરાયો હતો. આયકર દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં વિભાગ દ્વારા વિવિધ કેટેગરીમાં સૌથી વધુ ટેક્સ આપનાર લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. 2021-22 માટે દેશમાં 14 લાખ કરોડથી પણ વધારે ટેક્સ કલેક્શન થયું હતું. 2022-23માં દેશમાં 7 લાખ કરોડ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન થઇ ગયું છે. જે અગાઉના વર્ષમાં આ સમયગાળામાં 5.68 લાખ કરોડ હતું.

અન્ય સમાચારો પણ છે...