તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujaratis Going To Abu Must Have Corona With Negative Report, Corona's All Time High In The State 1,790 New Cases 8 Deaths After 3 Months

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:આબુ જતા ગુજરાતીઓ માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે હોવો જરૂરી, રાજ્યમાં કોરોનાના ઓલટાઇમ હાઇ 1,790 નવા કેસ-3 મહિના બાદ 8નાં મોત

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર!

માર્ચ એન્ડિગને પગલે ઊંઝા-ગોંડલ સહિતની APMC આજથી 31 માર્ચ સુધી બંધ રહેશે. કોરોનાને પગલે દેશ પર લાદવામાં આવેલા લોકડાઉનને એક વર્ષ, 67 દિવસ સુધી દેશ થંભી ગયો હતો....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ49,180.31-871.13
ડોલરરૂ.72.56+0.12
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ46,600-100

આ 4 ઘટના પર રહેશે નજર
1) આબુ જતા ગુજરાતીઓ માટે આજથી કોરોનાનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે હોવો જરૂરી,
72 કલાકથી વધુ જૂનો રિપોર્ટ નહીં ચાલે.
2) માર્ચ એન્ડિગને પગલે ઊંઝા-ગોંડલ સહિતની APMC આજથી 31 માર્ચ સુધી બંધ રહેશે.
3) કોરોનાને પગલે દેશ પર લાદવામાં આવેલા લોકડાઉનને એક વર્ષ, 67 દિવસ સુધી દેશ થંભી ગયો હતો.
4) 4 મેથી શરૂ થશે CBSEની બોર્ડ પરીક્ષા, એક્ઝામ સેન્ટરમાં ફેરફાર કરવા સ્કૂલને અરજી કરવાનો આજે છેલ્લો દિવસ.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) ગુજરાતમાં ઓલટાઈમ હાઈ 1,790 નવા કેસ અને 1277 દર્દી ડિસ્ચાર્જ, 5 કોર્પોરેશન અને એક જિલ્લામાં કુલ 8 દર્દીનાં મોત
ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે અને છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં પહેલીવાર કોરોનાના સૌથી વધુ 1,790 કેસ નોંધાયા છે તેમજ ચોવીસ કલાકમાં 1277 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે ત્રણ મહિના બાદ પહેલીવાર 8નાં મોત થયાં છે. આ સાથે મૃત્યુઆંક 4,466 થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) વડોદરામાં અગરબત્તીના કારખાનામાં આગ લાગ્યા બાદ મહિલાઓએ રડતાં રડતાં કહ્યું, 'રોજગારી છીનવાઈ ગઈ; ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવીશું'
શહેરના મકરપુરા જીઆઇડીસીમાં અગરબત્તીનું ઉત્પાદન કરતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં આગ લાગતાં મહિલા કર્મચારીઓ ચોધાર આસુંએ રડી પડી હતી. મહિલાઓએ રડતાં.. રડતાં...જણાવ્યું કે હવે અમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે.
વાંચો સમાચાર વિગતવાર

3) ઋષિકેશમાં એક સપ્તાહમાં 28 ગુજરાતી કોરોના પોઝિટિવ, હરિદ્વાર સહિતનાં તીર્થસ્થાનોમાં ગુજરાતી પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ શરૂ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ક્રિકેટ મેચ બાદ કોરોના બરાબરનો વકર્યો છે. ત્યારે રાજ્ય બહાર જતા ગુજરાતીઓમાં પણ ચિંતાજનક રીતે પોઝિટિવ કેસ વધવા લાગ્યા છે. ગુજરાતીઓના સૌથી ફેવરિટ તીર્થસ્થાનમાંના એક હરિદ્વાર-ઋષિકેશમાં અત્યારે આવી જ સ્થિતિ છે. ઋષિકેશમાં તો મુનિ કી રેતી વિસ્તારના આશ્રમોમાં એક જ અઠવાડિયામાં 28 ગુજરાતીના રિપોર્ટ પોઝિટિવ આવતાં સ્થાનિક તંત્ર ચોંકી ઊઠ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ખોડલધામથી જેતલસર સુધી પાટીદારોની રવિવારે ન્યાયકૂચ, આરોપીનું રટણ, ‘હું એકલો જ હતો, લોકો કહે છે તેનો સાગરીત છૂટો ફરે છે’
જેતલસરની સગીરાની સરાજાહેર હત્યાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે. આરોપીની ધરપકડ થઇ ચૂકી હોવા છતાં લોકો કહે છે કે કેસ ઝડપથી પૂરો થવો જોઇએ તો જ અમને ન્યાય પર વિશ્વાસ બેસે. આ અંગે ગામના પૂર્વ સરપંચ મહેશભાઇ રૈયાણી કહે છે કે આરોપી ભલે એકલો હતો, એવું રટણ કરે, પરંતુ તેના સાગરીતો હજુ ગામમાં રખડે જ છે, આથી લોકો ભયના ઓથાર હેઠળ જીવે છે. રવિવારે ખોડલધામથી જેતલસર સુધી પાટીદારોની ન્યાયકૂચ યોજાશે.
વાંચો સમાચાર વિગતવાર

5) કોરોના થતાં સુરત સિવિલના નર્સ પતિના વોર્ડમાં દાખલ થયાં, પતિ ICUમાં ગયા પછી ક્યારેય ન મળી શક્યા
આ એક વર્ષમાં કોરોના વોરિયર્સે પોતાના જીવની કે પરિવારની પરવા કર્યા વિના દર્દીઓની ખડેપગે રહીને સેવા કરી છે. સુરત સિવિલ હોસ્પિટલનાં નર્સ ઉર્મિલાબહેને કોરોનાને કારણે પતિ ગુમાવ્યા બાદ પણ 15-15 દિવસની બે પાળીમાં કોવિડ-19 હોસ્પિટલમાં ખડેપગે રહી ફરજ બજાવી છે. આ અંગે તેમણે કહ્યું હતું કે પતિને સંક્રમણ થયાના બીજા જ દિવસે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેમની તબિયત બગડતાં તેમને ICUમાં લઇ ગયા બાદ અમે અલગ પડ્યાં. ત્યાર પછી ક્યારેય મળી શક્યાં નહીં.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો