‘પહેલાં મોહ, હવે માયા’:વિદેશમાં ગુજરાતીઓએ એક વર્ષમાં રૂ. 2700 કરોડથી વધુનું રોકાણ કર્યું

અમદાવાદ6 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
  • બિઝનેસ ક્લાસ-ધનિક વર્ગનું વિદેશમાં શેર, બોન્ડ, પ્રોપર્ટીમાં રોકાણ વધ્યું

મોટી સંખ્યામાં ભારતીય રોકાણકારો હવે વિદેશ તરફ વળી રહ્યાં છે. શ્રીમંત ભારતીયો છેલ્લા 2-3 વર્ષથી વિદેશમાં શેર, બોન્ડ તથા પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યાં છે. આરબીઆઈના અહેવાલ મુજબ 2021-22ના નાણાવર્ષમાં સમૃદ્ધ ભારતીયોએ વિદેશમાં 1.69 અબજ ડોલર (રૂ.13500 કરોડ)નું રોકાણ કર્યું હતું. આ નાણાંનું રોકાણ વિદેશમાં બેંકો, શેર અને બોન્ડ ઉપરાંત પ્રોપર્ટીમાં કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી થયેલા કુલ રોકાણમાં ગુજરાતીઓનો હિસ્સો 20 ટકાથી વધુ છે. એટલે કે ગુજરાતીઓ દ્વારા સરેરાશ 2700 કરોડથી વધુનું રોકાણ થયું છે. દેશભરમાં કરોડપતિઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે તેમાં ગુજરાતમાં ઝડપી ગ્રોથ રહ્યો છે જે વિદેશી રોકાણ તરફ આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

2020-21ની તુલનામાં સરેરાશ 40 ટકા રોકાણ વધ્યું છે. જ્યારે 2014-15ની તુલનામાં લગભગ છ ગણો વધારો થયો છે. મોદી સરકાર સત્તામાં આવી હતી તે સમયે, રિયલ એસ્ટેટ, ડિપોઝિટ, શેર અને બોન્ડમાં ભારતીયોનું વિદેશી રોકાણ 292 મિલિયન ડોલર (રૂ.2300 કરોડ) આસપાસ હતું. સમૃદ્ધ રોકાણકારોને વિદેશમાં નાણાંનું રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે તેનું મુખ્ય કારણ સતત નબળો પડતો રૂપિયો છે. તાજેતરના સમયમાં ડોલર સામે ભારતીય ચલણમાં તીવ્ર ઘટાડો થયો છે.

શ્રીમંત ભારતીયો માટે વિદેશમાં નાણાંનું રોકાણ કરવું આશ્ચર્યજનક નથી. આ ગણતરી ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે. આ માટે ઘણા કારણો જવાબદાર છે. નાના ભારતીય ઉદ્યોગો પર વધતા વ્યાજ દર અને ઘટી રહેલા રૂપિયાએ આ ટ્રેન્ડને વેગ આપ્યો છે. શ્રીમંત ભારતીયોએ દુબઈ, ન્યુયોર્ક, લંડન અને પોર્ટુગલ જેવા સ્થળોએ પ્રોપર્ટીમાં રોકાણમાં વધારો થઇ રહ્યો છે. તેણે અન્ય પ્રકારના સાધનોમાં પણ નાણાં રોક્યા છે. તેમાં બેંક ડિપોઝિટ, શેર અને બોન્ડનો સમાવેશ થાય છે.

ડોલરના પ્રભૂત્વના કારણે રોકાણકારોનો ક્રેઝ વધ્યો
રોકાણ માત્ર સ્ટોક પૂરતું મર્યાદિત નથી. ભારતીયોને વિદેશમાં રિયલ એસ્ટેટમાં પણ રસ ધરાવે છે. ન્યુયોર્ક અને દુબઈ જેવા બજારોમાં તેમનું રોકાણ વધ્યું છે. તેનું એક કારણ એ છે કે આ ડોલરનું પ્રભુત્વ ધરાવતા બજારો છે. ડોલર સામે રૂપિયો ઘટવાનો અર્થ છે કે તેઓ તેમના રિયલ એસ્ટેટ રોકાણમાંથી વધુ મૂલ્ય મેળવશે. ભલે તે મિલકતની કિંમતમાં કોઈ વધારો ન થાય. લંડન અને પોર્ટુગલમાં શ્રીમંત ભારતીયો પણ પસંદ કરી રહ્યા છે.

વિદેશમાં રોકાણનું કારણ પોર્ટફોલિયોમાં ડાયર્વસિફાય લાવવાનું
રોકાણ પોર્ટફોલિયો સમૃધ્ધ બનાવવા માટે રોકાણને ડાયર્વસિફાઇ કર્યું છે. યુએસમાં ઇક્વિટી માર્કેટમાં ફંડ્સ ઓ ફંડ્સ દ્વારા રોકાણ કરી રહ્યાં છીએ. વૈશ્વિક બજારોમાં સતત વધી રહેલી અનિશ્ચિતત્તાઓના કારણે રોકાણ ગ્રોથ મજબૂત રહે તે માટે અમુક વર્ષોથી રોકાણ કરી રહ્યાં છીએ. - દિનેશ ભિમાણી, ડોક્ટર.

એપલ, માઇક્રોસોફ્ટ, ટેસ્લામાં ફંડ્સ દ્વારા રોકાણ
ભારતીય બજારમાં ઇક્વિટી, ડેટ, પીએમએસ, મ્યૂચ્યુઅલ ફંડ્સ ઉપરાંત અમુક હિસ્સો વિદેશી માર્કેટમાં રોકાણ કરવાનો શરૂ કર્યો છે જેના કારણે રિટર્ન મજબૂત બને. આપત્તીઓ સામે રોકાણ સલામત રહી શકે, આગામી સમયમાં બોન્ડ તેમજ વિદેશમાં પ્રોપર્ટી ખરીદીમાં પણ ઉત્સાહિત છીએ. - પ્રણવ સાબુ, પાર્ટનર-મનભરી ગ્રુપ

વિદેશી રોકાણ આકર્ષવાના પ્રયાસો વચ્ચે ભારતીયો વિદેશ ભણી
ટોરીન વેલ્થ ગ્રુપના જિજ્ઞેશ માધવાણીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં આડેધડ રોકાણ થઈ રહ્યું છે. મોટાભાગના રોકાણકારોને રોકાણ પર લાગતા ટેક્સની ખબર નથી. વિદેશમાં થતા રોકાણની તુલનાએ ભારતમાં મજબૂત ગ્રોથ છે, ગ્રોથ સ્ટોરી આગામી બે દાયકા સારી અંદાજાય છે જેના કારણે સ્થાનિકમાં રોકાણ વધુ લાભકારક છે.

8000થી વધુ ભારતીયોએ છેલ્લા એક વર્ષમાં દેશ છોડ્યો
​​​​​​​ધનિક ભારતીયો માત્ર પૈસા મોકલતા નથી. તેઓ પોતે વિદેશ જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે લગભગ 8 હજાર ભારતીયો વિદેશ જઈ શકે છે. ધનિકોને તેમના નાણાંમાં વિવિધતા લાવવાની તક આપે છે. કોરાનાકાળ બાદ રોકાણના નવા વિકલ્પો શોધાયા છે.

કરોડપતિઓની સંખ્યા 10 લાખ નજીક, ગુજરાતમાં બે લાખથી વધુ કરોડપતિ
દેશમાં કરોડપતિઓની ઝડપી વૃદ્ધિ થઇ છે. 2010 સુધી દેશમાં 1.70 લાખ કરોડપતિ હતા. 2020માં સંખ્યા વધીને 7 લાખ થઈ ગઈ. જે અત્યારે સરેરાશ 10 લાખથી વધુ પહોંચી હોવાનું ક્રેડિટ સુઈસના અહેવાલમાં દર્શાવાયું છે. ગુજરાતમાં અત્યારે બે લાખથી વધુ કરોડપતિ છે. શ્રીમંતો પૈસા ભેગા કરવાની કોઈ તક છોડતા નથી. આ ઈચ્છાને કારણે તેઓ વિદેશમાં રોકાણ કરવા માટે ખચવાટ અનુભવતા નથી.

અન્ય સમાચારો પણ છે...