‘ગુજરાતી’ની બોલબાલા:બોલિવૂડ સાથે ગુજરાતી સોંગ્સ અને ફોક મ્યુઝિક એક વર્ષથી સોશિયલ મીડિયા રીલ્સમાં ટ્રેન્ડિંગ

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: ધૈર્યા રાઠોડ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મોનસૂનમાં શોર્ટ વીડિયો બનાવવામાં ગુજરાતી ગીતો છવાયાં

વરસાદની મોસમને ડ્રાઈવ પર જઈને ઓફલાઈન એન્જોય કરવી કે પછી ચા,સ્નેક્સ અને યંગસ્ટર્સની ફેવરિટ મેગીની રિલ્સ અપલોડ કરવી એ હવે ટ્રેન્ડ બની ગયો છે. રિલ્સ એ યંગસ્ટર્સની લાઈફનો એક પાર્ટ બની ગયો છે. યંગસ્ટર્સ તેમની દરેક એક્ટિવિટીનો વીડિયો શૂટ કરીને તેને સોંગ્સ સાથે રિલ ફોર્મેટમાં અપલોડ કરતા હોય છે.

હિન્દી-ઈંગ્લિશ સોંગ્સ તો ટ્રેન્ડમાં હોય જ છે, તેની સાથે ગુજરાતી ફોક મ્યુઝિક, ઓરિજિનલ સોંગ્સ પણ એટલા જ ટ્રેન્ડમાં રહેતા થયાં છે તેવું ગુજરાતી સિંગર્સ કહી રહ્યાં છે. પાર્થ ઓઝાનું ઝરમર કે પછી આદિત્ય ગઢવીનું મધરાતુંના મોર અને જીગરદાન ગઢવીનું વ્હાલમ આજે પણ ટ્રેન્ડમાં રહે છે. યંગસ્ટર્સનો ગુજરાતી મ્યુઝિક લવ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર જોઈ શકાય છે. ગુજરાતી સિંગર્સના મોનસૂન સ્પેશિયલ સોંગ્સ હાલમાં ટ્રેન્ડિંગ તો છે, સાથે ફોલોઅર્સ સિંગર્સને ટેગ કરી પરફોર્મ કરવા પણ કહેતા હોય છે.

  • વરસાદ પડે એટલે તરત જ મધ રાતુંના મોર કે મોર બની થનગાટ કરે કે અન્ય સોંગ્સ પર લોકો સ્ટોરી, રિપોસ્ટ કરી ટેગ કરે છે. કવિ કાગની રચના એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે કે જે મેં ગાયું છે, તેના ફેન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે છે. રુરલ એરિયામાં રહેતા લોકો ખેતરમાં કામ કરે ત્યારે આ રચના સાથે રિલ્સ મુકવાનું પસંદ કરે છે. ગુજરાતીઓને ગુજરાતી કન્ટેન્ટ શેર કરી તેના પર રિલ્સ બનાવી વધારે ગમે છે. - આદિત્ય ગઢવી
  • ઝરમર કે જે સોન્ગમાં વૃદ્ધાશ્રમના લોકો પણ ડાન્સ અને વરસાદની મજા માણી રહ્યાં છે. કે પછી પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા પર 1 મિનિટની રીલ શેર કરી હતી જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. યંગસ્ટર્સ આજે પણ આ પ્રકારના જૂનાં ગીતોને પસંદ કરે છે એ સારી બાબત છે. જૂના ગીતો નોસ્ટાલ્જિક કનેક્ટને કારણે અને ગુજરાતીમાં બનતું નવું મ્યુઝિક બંને લોકો પસંદ કરી રહ્યાં છે. - પાર્થ ઓઝા
  • વ્હાલમ આવોને સોન્ગને યંગસ્ટર્સ સૌથી વધુ પસંદ કરે છે. બીજી તરફ સિઝનને અનુરૂપ ગુજરાતી સોન્ગ પર રિલ્સ બનાવવાનો ટ્રેન્ડ યંગસ્ટર્સમાં વધારે છે. યંગસ્ટર્સ ગુજરાતી કોન્ટેન્ટ પસંદ કરે જ છે અને તે વિઝ્યુઅલી ખૂબ સ્ટ્રોન્ગ હોય ત્યારે તેના પર કન્ટેન્ટ બની ઝડપથી વાઈરલ થાય છે જેને ધ્યાને લઈ આગામી દિવસોમાં મોનસૂન, લવ, મેમરિઝ અને લોન્ગ ડિસ્ટન્સ થીમ પર મારુ એક ગીત રિલિઝ થશે. - જીગરદાન ગઢવી
અન્ય સમાચારો પણ છે...