તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

OTT પ્લેટફોર્મમાં વધારો:ગુજરાતી OTT પ્લેટફોર્મથી માતૃભાષાને વધુ વેગ મળશે

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
સિટીશોર.ટીવી પર અત્યારે યુવા વર્ગની લાઈફસ્ટાઈલ તેમજ તેમના જીવનને કનેક્ટ થતી સ્ટોરીઝને સિરિઝમાં માધ્યમથી બતાવવામાં આવે છે. જેથી સૌથી વધુ યુુવા વર્ગ કનેક્ટ થઈ શકે. - Divya Bhaskar
સિટીશોર.ટીવી પર અત્યારે યુવા વર્ગની લાઈફસ્ટાઈલ તેમજ તેમના જીવનને કનેક્ટ થતી સ્ટોરીઝને સિરિઝમાં માધ્યમથી બતાવવામાં આવે છે. જેથી સૌથી વધુ યુુવા વર્ગ કનેક્ટ થઈ શકે.
 • ગુજરાતી OVER THE TOP(OTT)પ્લેટફોર્મમાં ધીમે ધીમે જોવા મળી રહ્યો છે વધારો
 • સિટી ભાસ્કર દ્વારા શહેરનાં ઓટીટી પ્લેટફોર્મ ધરાવતા પ્રોડ્યૂસર સાથે વાત કરવામાં આવી હતી.
 • જેમણે ગુજરાતી કન્ટેન્ટ તેમજ વેબ સિરિઝનાં વિષયમાં આવતા બદલાવો વિશે જણાવ્યું હતું.

લોકો માટે અત્યારે એન્ટરટેઇનમેન્ટનાં અનેક માધ્યમ છે. જેમાંથી એક છે ઓવર ધી ટૉપ સર્વિસ(OTT)પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મ કોવિડ પહેલા પણ ચાલી રહ્યું હતું. પણ, કોવિડ એરામાં ઓટીટી પ્લેટફોર્મનું મહત્વ વધી ગયું છે. ઓટીટી પર અત્યારે દરેક વિષયને લઈને કન્ટેન્ટ રજૂ કરવામાં આવશે. લોકડાઉન સમયમાં તો ઓટીટી પ્લેટફોર્મને બેસ્ટ પ્લેસ મળી. હજી નવા ઓટીટી પ્લેટફોર્મ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યા છે. જે ગુજરાતી ભાષાને વર્લ્ડ વાઇડ પહોચાડશે. જેથી ઓટીટી પ્લેટફોર્મથી ગુજરાતી ભાષાને એક અલગ સ્ટેન્ડ મળશે. ઓટીટી પ્લેટફોર્મ પર ફક્ત ગુજરાતી વ્યૂઅર્સ નહીં આવે. પણ, તેને કેટલાક પ્લેટફોર્મ પર ડબ પણ કરવામાં આવશે.

જેથી દરેક લોકો સિરિઝનાં કન્ટેન્ટને જોઈ શકશે. ટૂંક સમયમાં નેશનલી ગુજરાતની અસ્મિતા છલકાય, ગુજરાતના સમૃદ્ધ સાહિત્યની સુવાસ અનુભવાય, જ્યાં ગુજરાતની બોલી સાંભળવા મળે અને એકંદરે ગુજરાતની જ ફ્લેવર હોય. હવે એક્સક્લુઝિવ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ લેટ્સફ્લિક્સ લોન્ચ થવા જઈ રહ્યું છે. ગુજરાતી માધ્યમ પર ચાલી રહેલા ઓટીટી પ્લેટફોર્મ પર ફક્ત વેબ સિરિઝ અને ફિલ્મ્સ જોવા મળે છે. પણ, ટૂંક સમયમાં ગુજરાતી નાટકો, સંગીત, સ્ટેન્ડઅપ કોમેડીથી લઈને ડાયરો અને ભવાઈનો પણ સમાવેશ કરવામાં આવશે.

વેબ સિરિઝમાં સમયની કોઈ ચોક્કસ મર્યાદા નથી
માર્ચ એન્ડથી અમે સંપૂર્ણ ગુજરાતી પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છીએ. આ પ્લેટફોર્મ પર લોકો પરિવાર સાથે બેસીને જોઈ શકે તેવી વેબ સિરિઝ કે ફિલ્મ તૈયાર કરાશે. કારણ કે લોકડાઉનમાં લોકો એક સાથે વિવિધ ઓટીટી સ્ટ્રીમ કરતા હતા. ઓટીટી પ્લેટફોર્મમાં સમયની કોઈ ચોક્કસ મર્યાદા નથી રાખવામાં આવી તેથી સિરિઝ જરૂર મુજબ એકથી વધુ પાર્ટમાં તૈયાર કરવામાં આવશે. - અભિષેક જૈન, ડાયરેક્ટર

OTT પર ફેમિલી સાથે જોવા જેવું કન્ટેન્ટ હોતુ નથી
અત્યારે ઓટીટી પર ફેમિલીની સાથે જોઈ શકાય એવું કન્ટેન્ટ હોતું નથી. કેમ કે, એમાં સેન્સર સીન્સ પર કોઈ પ્રતિબંધ નથી. જ્યારે ટૂંક સમયમાં આવેલી ગુજરાતી લેટ્સફ્લિક્સ પર ફેમિલીની સાથે જોઈ શકાય એવું કન્ટેન્ટ લોકો સુધી નેશનલી પહોંચાડવામાં આવશે. વળી, ગુજરાતમાં કાઠિયાવાડી, કચ્છી અને દક્ષિણ ગુજરાતની એમ અલગ-અલગ બોલી આ પ્લેટફોર્મ પર સાંભળવા મળશે. - ધ્રુમી ભટ્ટ, ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અને ઇમ્પેક્ટ ઇન્વેસ્ટર

હવે 100 ટકા ગુજરાતી કન્ટેન્ટ જોવા મળશે
​​​​​​​વર્ષ 2019માં લોન્ચ થઈ જાત સિટીશોર.ટીવી પણ કોરોનાને કારણે સમય વધી ગયો હતો. સિટીશોર.ટીવી પર લોકોને ફક્ત ગુજરાતી કન્ટેન્ટ જોવા મળશે. લાઇફસ્ટાઇલ મીડિયા કંપની સાથે હવે ગુજરાતી ફિલ્મો અને સિરિઝ આવી રહી છે. સિટીશોર.ટીવી પર કન્ટેન્ટ દર વખતે જુદું-જુદું રહેશે. ઓટીટી પર સમયની કે સિરિઝ બનાવવાની કોઈ મર્યાદા નથી હોતી. આ પહેલું એવું ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ છે જેમાં 2 કલાકથી પણ વધારે સમયની ગુજરાતી સિરિઝ ચાલે છે. - પાલવ પરીખ, Cityshor.TV

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો