તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાથી વિદેશીઓને પણ અસર:ગુજરાતી NRIની ડિપોઝિટ 99% ઘટી; 2019માં 7977 કરોડ જમા થયા, 2020માં 74 કરોડ આવ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાથી વિદેશોમાં રહેતા ગુજરાતીઓના ધંધા-રોજગાર બંધ રહેવાની અસર: SLBC
  • 80 હજાર કરોડથી વધુ છે રાજ્યમાં NRI ડિપોઝિટ, 83% હિસ્સો 7 જિલ્લામાં

રાજ્યમાં 2019-2020મા NRI ડિપોઝિટ રૂ. 7977 કરોડ જમા થઈ હતી, જેની સામે વર્ષ 2020-21માં માત્ર રૂ. 74 કરોડ NRI ડિપોઝિટ જમા થઈ છે. અગાઉના વર્ષની સરખામણીએ NRI ડિપોઝિટ જમા થવામાં 99 ટકાનો ઘટાડો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના તાજેતરના અહેવાલમાં આ વિગતો બહાર આવી છે. છેલ્લાં 10 વર્ષમાં રાજ્યમાં NRI ડિપોઝિટમા આ સૌથી ઓછો વધારો છે.

રાજ્યમાં કુલ એન.આર.આઈ. ડિપોઝિટ રૂ. 80,183 કરોડ છે. 2010-11મા આ આંકડો રૂ્ 22,976 કરોડ હતો. 10 વર્ષમાં ડિપોઝિટમા ચાર ગણો વધારો થયો છે. સૌથી મોટો વધારો 2013-14મા રૂ. 13,839 કરોડનો થયો હતો. 2018-19માં રૂ. 449 કરોડ જમા ‌થયા હતા. રાજ્યમાં સૌથી વધુ ડિપોઝિટ અમદાવાદ જિલ્લામાં રૂ. 16,828 કરોડ છે. બીજા નંબરે કચ્છ જિલ્લામાં રૂ. 13,726 કરોડ‌ છે. રાજ્યની કુલ ડિપોઝિટના 83 ટકા 7 જિલ્લામાં છે, જેમાં અમદાવાદ, કચ્છ, વડોદરા, આણંદ, રાજકોટ, સુરત, નવસારી જિલ્લાઓ છે.

અમદાવાદમાં સૌથી વધુ, સૌથી ઓછી ડિપોઝિટ નવસારીમાં

જિલ્લોડિપોઝિટ
અમદાવાદ16,828
કચ્છ13,726
વડોદરા12,414
આણંદ6572
રાજકોટ6093
સુરત5665
નવસારી5414

આ છે કારણ

બેન્કિંગક્ષેત્રના અધિકારીએ જણાવ્યું હતું કે વિદેશમાં પણ ધંધા-રોજગાર બંધ હતા એટલે હાથ બાંધી રાખ્યા હોઈ શકે. બહાર રહેતા લોકો ‌ગુજરાતમા એ રકમ ડિપોઝિટ કરતા હોય છે જે મોટે ભાગે બચત કે ઇન્વેસ્ટમેન્ટ માટે હોય છે. બીજા દેશમાં રહીને અહીં રકમ જમા કરાવવા જેટલી સરળ ઉપાડવાની પ્રક્રિયા નથી. ઉપરાંત વચ્ચે ડૉલરનો‌‌ ભાવ પણ ગગડી ગયો હતો.

10 વર્ષમાં 4 ગણો વધારો

વર્ષડિપોઝિટવધારો
2020-2180,18374
2019-2080,1097977
2018-1972,132449
2017-1871,6834831
2016-1766,8522335
2015-1664,5179943
2014-1554,5747621
2013-1446,95313,839
2012-1333,1147714
2011-1225,4002424
2010-1122,976790