તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છબરડો:ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ઈંગ્લિશ મીડિયમનું પેપર અપાયું

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એમકોમ સેમ-3ની પરીક્ષામાં યુનિવર્સિટીનો છબરડો
 • B.Ed. સેમ-3માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પેપર

ગુજરાત યુનિવર્સિટીની સોમવારે યોજાયેલી એમકોમ સેમ-3, બીએડ સેમેસ્ટર-3ની ઓનલાઈન પરીક્ષામાં છબરડો થયો હતો. એમકોમ સેમ-3ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમનું જ્યારે બીએડ સેમ-3માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમનું પ્રશ્નપત્ર આપી દેવાયું હતું.

ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ તરફથી સોમવારે સવારે 12.45 કલાકે એમકોમ સેમેસ્ટર-3માં ગુજરાતી માધ્યમનાવિદ્યાર્થીઓને માટે ફાઈનાન્સિયલ સર્વિસ વિષયનું પ્રશ્નપત્ર હતુ. જ્યારે બપોરે ત્રણ કલાકે કલાકે બીએડ સેમેસ્ટર- એકાન્ટન્સી મેનેજમેન્ટ વિષયનું અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પ્રશ્નપત્ર હતું.પરંતુ વિદ્યાર્થીઓ જ્યારે આ ઓનલાઈનએક્ઝામ માટે લોગીન કર્યુ ત્યારે તે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમનુ જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમનુ પ્રશ્નપત્ર ફાળવાયું હતું.

ઉચ્ચ સત્તાવાળાને રજૂઆત પછી પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ માધ્યમ પ્રમાણે પ્રશ્નપત્રની ફાળવણી કરી હતી. આ દરમ્યાન અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી ગયા હતા. એનએસયુઆઈના પ્રવક્તા સુબ્હાન કુમારે કહ્યું કે, વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડાં થશે તો ઉગ્ર આંદોલન કરીશું. આ અંગે એનએસયુઆઈના પ્રવક્તા મંગળવારે ઉચ્ચ સત્તાવાળાઓને રજૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો