• Gujarati News
  • Business
  • Gujarati FMCG Companies To Start Business Abroad; More Than Rs 150 Crore Will Be Invested By Local And Foreign Bakery Industries

બિઝનેસ:ગુજરાતી FMCG સેક્ટરની કંપનીઓને વિદેશમાં વેપાર શરૂ કરવાનો ચસ્કો; 150 કરોડથી વધુનું રોકાણ સ્થાનિક તથા વિદેશોમાં બેકરી ઇન્ડસ્ટ્રીઝ કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • FMCG : ફુડ પ્રોડક્ટની ટોચની કંપનીઓએ ભારતમાં વિસ્તરણ બાદ વિદેશોમાં નજર દોડાવી
  • 1200થી વધુ ઓર્ગેનાઇઝ્ડ-અનઓર્ગે. ફેક્ટરીઓ ગુજરાતમાં કાર્યરત
  • 3-4 દેશોમાં 10-15 જેટલા સ્ટોર્સ-ફેક્ટરી શરૂ કરશે ગુજરાતી કંપનીઓ
  • 20 ટકાથી વધુનો ગ્રોથ મહામારીમાં પણ બેકરી ઇન્ડસ્ટ્રીઝે મેળવ્યો

કોરોના મહામારીમાં ફુડ એન્ડ બેવરેજીસ સેક્ટરને મોટો ઘક્કો પડ્યો હતો પરંતું બેકરી ઇન્ડસ્ટ્રીઝે સરેરાશ 15-20 ટકા સુધીનો ગ્રોથ મેળવ્યો છે. સ્થાનિક ઉપરાંત વિદેશી બજારમાં પણ બેકરી પ્રોડક્ટની માગ સતત વધી રહી હોવાથી ગુજરાતની અને ફુડ સેગમેન્ટની બેકરી ઇન્ડસ્ટ્રીઝ વિદેશમાં વેપાર શરૂ કરવા માટે નજર દોડાવી છે. ગુજરાતની ટોચની બેકરી ઇન્ડસ્ટ્રીઝે ઓનલાઇન 13 દેશોમાં ઉપસ્થિતી મેળવ્યા બાદ અમેરિકાના ન્યૂઝર્સીમાં શરૂઆત કરી છે. માત્ર બેકરી ઇન્ડસ્ટ્રીઝ નહીં ફુડ પ્રોડક્ટની અન્ય અગ્રણી કંપનીઓ પણ અમેરિકા, કેનેડા તથા યુરોપિયન દેશોમાં પોતાનો વેપાર કરવા માટે આગળ આવી છે.

કોરોના કાળ દરમિયાન લોકડાઉનમાં એસેન્સિયલ પ્રોડક્ટના વેચાણને છૂટ આપવામાં આવી હતી જેના કારણે આ સેક્ટરમાં ડિ-ગ્રોથના બદલે પોઝિટીવ ગ્રોથ જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે સરેરાશ 15-20 ટકાનો ગ્રોથ ઇન્ડસ્ટ્રીઝે મેળવ્યો છે જે આગામી વર્ષે 25 ટકાથી વધુ ગ્રોથની આશા વ્યક્ત કરાઇ રહ્યો છે. ગુજરાતમાં અંદાજે 1200થી વધુ ઓર્ગેનાઇઝ્ડ તથા અનઓર્ગેનાઇઝ્ડ ફેક્ટરીઓ આવેલી છે. એટલું જ નહિં ગુજરાતમાંથી બેકરી પ્રોડક્ટની નિકાસ 10-12 દેશોમાં કરવામાં આવી રહી છે. આ સેક્ટર 10 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે તેમજ સેક્ટરમાં 60 ટકા યોગદાન મહિલાઓનું રહ્યું છે.

હવે દરેક નાના-મોટા પ્રસંગોમાં પેકેજ્ડ કેક, હોમ મેઈડ કેકનુ ચલણ વધી રહ્યું છે. સાથે સાથે ગુજરાતની 20 ટકા ગૃહિણીઓએ હોમ મેઈડ કેક, ચોકલેટ્સ, કુકિઝ, બિસ્કિટ્સ જેવી બેકરી પ્રોડક્ટ્સને આવકનું સાધન અને કોરોના ક્રાઈસિસમાં આર્થિક સ્થિતિ કથળતાં સાઇડ ઇન્કમના વિકલ્પ તરીકે અપનાવી છે. કેડબરી, આઈટીસી, સનફિસ્ટ જેવી મોટી મોટી એફએમસીજી કંપનીઓ પણ પેકેજ્ડ સેગમેન્ટમાં પ્રવેશી રહી છે.

ગુજરાતનું 5000 કરોડથી વધુનું બેકરી પ્રોડક્ટનું માર્કેટ
દેશમાં બેકરી પ્રોડક્ટના ઉત્પાદન અને વપરાશમાં ગુજરાત ટોચના સ્થાને રહ્યું છે. ગુજરાતનું બેકરી ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ રૂ.5000 કરોડનું છે જે આગામી બે વર્ષમાં 7500 કરોડથી વધુ વધી જશે તેવો અંદાજ છે. ભારતમાં બેકરી ઉદ્યોગ લોકોની બદલાતી જીવનશૈલી પર નિર્ભર છે. 2024 સુધી બેકરી ઉદ્યોગ 88 હજાર કરોડે પહોંચવાનો આશાવાદ છે. ઈન્ડસ્ટ્રીમાં 2021-24 દરમિયાન વાર્ષિક 9.3 ટકાના દરે ગ્રોથ નોંધાશે. જ્યારે ગુજરાતની કંપનીઓ 25 ટકાથી વધુનો ગ્રોથ હાંસલ કરશે.

નિકાસ માગથી વિદેશમાં સ્ટોર શરૂ કરવા પ્રેરાયા
ગુજરાતની બેકરી પ્રોડક્ટની વિદેશોમાં મોટા પાયે માગ ખુલી છે જેના કારણે અમે અમેરિકાના ન્યૂઝર્સીમાં સ્ટોર શરૂ કરવાની પહેલ કરી છે. આગામી બર્ઝિનિયા, ટેક્સાસ, કેલીફોર્નિયામાં આઉટલેટ્સ શરૂ કરીશું. 2026 સુધીમાં યુએસએમાં 100થી વધુ આઉટલેટ્સ શરૂ કરવાનો ટાર્ગેટ છે. આ ઉપરાંત 13થી વધુ દેશોમાં અમારી ઓનલાઇન ઉપસ્થિતી છે તે પણ મજબૂત કરાશે. - અતુલ વેકરીયા, ચેરમેન-અતુલ બેકરી

અન્ય સમાચારો પણ છે...