કોરોના ઈફેક્ટ:ગુજરાતી ફિલ્મોનું શૂટ 30 ટકા ક્રૂ સાથે થશે, શૂટિંગ પહેલા પરમિશન સાથે થશે રિપોર્ટ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વચ્ચે ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ કયા પ્રકારના નવા નિયમો સાથે થશે તે અંગે પ્રસ્તુત છે સિટી ભાસ્કરનો અહેવાલ

કોરોના વચ્ચે મહારાષ્ટ્રમાં ફિલ્મોના શૂટિંગ શરૂ થઈ ગયા છે ત્યારે આગામી સમયમાં ગવર્મેન્ટના આદેશ બાદ ગુજરાતમાં પણ આગામી સમયમાં શૂટિંગ શરૂ થશે. પરંતુ આ પરિસ્થિતિ માં ગુજરાતમાં શૂટિંગને લઈને નવા નિયમો પણ બદલાશે ત્યારે સિટી ભાસ્કરે ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસર ડિરેક્ટર સાથે વાત કરી હતી જેમાં તેમને શૂટિંગ પહેલા પોતાના તરફથી કયા પ્રકારની તકેદારીનું ધ્યાન રખાશે તેની પૂર્વ તૈયારીઓ વિશે જણાવ્યું હતું. કેટલાક ડિરેક્ટર, પ્રોડ્યુસરે એ પણ કહ્યું હતું કે, અનેક લોકોની રોજગારી ફિલ્મ ક્ષેત્રે જોડાયેલી હોવાથી વહેલા- મોડું શૂટિંગ શરૂ કરવું પણ જરૂરી છે.
જીફાના પ્રેસિડેન્ટ હેતલ ઠક્કરે કહ્યું હતું કે, ‘ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈને વર્ષે 6થી 7 હજાર લોકો રોજગારી મેળવે છે ત્યારે કોરોના પહેલા કેટલીક ગુજરાતી ફિલ્મોના પ્રી પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શનના કાર્યો જ બાકી છે.’
સેટ પર જ ઉકાળા, ગરમ પાણી અને થર્મલ ગન રખાશે
 સેટ પર જ ઇમ્યુનિટી વધારવા ઉકાળા, ગરમ પાણી, લીંબુ પાણી સાથે રાખીશું તમેજ ક્રૂને પ્રોટીનયુક્ત ગરમ ખોરાક સાથે થર્મલ ગન રાખીશું. જે ક્રૂ આમારી સાથે આવે છે તેમના રિપોર્ટ ગવર્મેન્ટની મંજૂરી બાદ લઈશું જેથી સંક્રમણની શક્યતા ન રહે. શૂટિંગ માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન કરાશે. સેટ પરથી જ માસ્ક, સેનિટાઇઝેશન વગેરે અપાશે.-વૈશલ શાહ, ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર
કેમેરા સહિતનો ટેકનિકલ સામાન સેનિટાઇઝ કરવો પડશે
મલ્ટીસ્કિલ્ડ લોકો લઇ જવા પડશે. પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે કલાકારોએ જાતે જ પોતાનો મેકઅપ હેર સ્ટાઇલ કરવા પડશે. શૂટિંગ માટે ગ્રીન ઝોન શોધાઈ રહ્યા છે.  સેટ, કલાકારોના કપડા, કેમેરા સહિતનો ટેકનિકલ સામાન સેનિટાઇઝ કરવો પડશે. ભયના લીધે ક્રિએટિવિટી જોખમાઈ શકે છે પરંતુ અનેકોની રોજી હોવાથી શૂટિંગ શરૂ તો કરવું જ પડશે. -અભિષેક શાહ, ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર
શૂટિંગ વખતે સેલ્ફ સર્વિસ, સતત સેનિટાઇઝ કરતો ડિપાર્ટમેન્ટ
 સરકારની ગાઇડલાઇન ફોલો કરીશું આ ઉપરાંત બેઝિક નિયમો ઉપરાંત અમે કેટલાક નિયમો બનાવીશું. જે વ્યક્તિ સેટ પર આવે છે સેટ પરથી જાય છે એન્ટર થતા જ કે બહાર જતા દરવાજા પરથી જ સંપૂર્ણ સેનિટાઇઝ થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે. 30 ટકા ક્રૂના સભ્યો વારા ફરતી સેટ પર આવી કામ કરશે. સ્પોર્ટ્સબોય અનેક લોકોના સંપર્કમાં આવે છે જેથી સેટ પર સતત સેનિટાઇઝ કરતો એક ડિપાર્ટમેન્ટ જ ઉભો કરાશે. કેમેરાથી લીધેલા લોંગ શોર્ટ પણ કેમેરા ટેક્નિકથી ક્લોઝઅપ કરી સેપ્રેશન કરીશું. -અતુલ પટેલ, ગુજરાતી ફિલ્મ, ડિરેક્ટર
3 વર્ષમાં 228 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ, કોરોનામાં 18 ફિલ્મો અટવાઈ

  • 2017- 74 ફિલ્મો
  • 2018- 84 ફિલ્મો
  • 2019- 68 થી 70 ફિલ્મ
  • 20208થી 10 ફિલ્મો (કોરોના પહેલા રિલીઝ થઈ)
  • 18 ફિલ્મ- કોરોનામાં અટવાયેલી

(ઉપરોક્ત આંકડાઓ GIFAના પ્રેસિડેન્ટ હેતલ ઠક્કરના જણાવ્યા અનુસાર)

અન્ય સમાચારો પણ છે...