આપણી ઓડિયન્સ પણ ગુજરાતી ફિલ્મો જોવાનો આગ્રહ રાખશે તો ગુજરાતી ફિલ્મો પણ વિશ્વફલક પર સીમાચિન્હ સ્થાપી શકે છે. તેટલી ક્ષમતા આ ઈન્ડસ્ટ્રી પાસે છે. ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીની એક્ટ્રેસ ખુશી શાહ, બિન્દા રાવલ અને બ્રિન્દા ત્રિવેદીએ દિવ્ય ભાસ્કરની મુલાકાત દરમિયાન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ફિલ્મમાં પોતાના પાત્રો વિશે વાત રસપ્રદ વાતો શેર કરી હતી.
ખુશી શાહે વાત કરતા જણાવ્યું કે, મહિલા સેન્ટ્રીક હિસ્ટોરિકલ ફિલ્મ નાયિકા દેવી ગુજરાતી ઈન્ડસ્ટ્રીની સૌપ્રથમ ફિલ્મ બની રહેશે. આ ફિલ્મ એક હજાર વર્ષ જૂની પાટણની વિરાંગનાની વાત રજૂ કરે છે. જેને ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે 2 વર્ષથી વધારેનો સમય લાગ્યો છે. આ ફિલ્મના દરેક કેરેક્ટરને કલાકારો શરૂઆતથી જીવ્યા છે જેથી ઓડિયન્સ ફિલ્મ જોતી વખતે ઈતિહાસને ખૂબ નજીકથી જોઈ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.