કોરોનાનો કહેર / ગુજરાતી બિઝનેસમેનોએ ભૂખ સંકટમાં અમેરિકનોને ભોજન આપ્યું, અમેરિકી પાકિસ્તાની પણ સેવાકાર્યમાં જોડાયા

X

દિવ્ય ભાસ્કર

May 16, 2020, 12:01 AM IST

અમદાવાદ. હાલ મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને તેમાં પણ મહાસત્તા અમેરિકાની હાલત તો વધુ ખરાબ છે. કોરોનાના અસરગ્રસ્ત નોર્થ અમેરિકામાં લોકડાઉન સમયથી સતત સેવારત અને માનવતાના કાર્યમાં જોતરાયેલ લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન અને ગુજરાતી એવા યજ્ઞેશ પટેલ (યોગીભાઈ), જય ભારત ફૂડઝના ભરત પટેલ અને પયોનિયર રિયાલિટી ગ્રુપના પરિમલ શાહે ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના માધ્યમથી જરૂરિયાતમંદોને ભોજન અને અનાજ સહાયનો જનસેવા યજ્ઞ શરૂ કર્યો હતો. હાલ સુધી એક લાખથી વધુ ફૂડ પેકેટ જરૂરિયાતમંદ નાગરિકોને પહોંચાડ્યા છે. જો કે મહત્વની બાબત તો એ છે કે ગુજરાતીઓની આ સેવાભાવનાએ ત્યાંના પાકિસ્તાની વ્યાવસાયિકો અને રાજકારણીઓને પણ માનવ સેવાના આ મહાકાર્ય માટે પ્રેરિત કર્યા છે. એશિયા ખંડના બે કટ્ટર દુશ્મન દેશની પ્રજા અમેરિકી દેશમાં માનવ સેવા અને સદભાવના માટે એક થઈ રહ્યાં છે. 

મૂળ પાકિસ્તાની અને આર્ટેસિયા શહેરના મેયરે ભારત-પાકિસ્તાનની એકતા અંગે ખુશી વ્યક્ત કરી

આ અંગે મૂળ પાકિસ્તાની નાગરિક અને કેલિફોર્નિયા સ્ટેટના આર્ટેસિયા સિટીના મેયર અલી સાજીદ તાજે લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન યોગી પટેલ અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના સંચાલકોની કોરોના મહામારી દરમ્યાન કરવામાં આવતા સેવકાર્યની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ મહાન સેવાકાર્યમાં જોતરાયેલ ભારતીય અને પાકિસ્તાની નાગરિકોની એકમેકતા અંગે ખુશી વ્યક્ત કરી હતી.

ઓલ્ડ એજ હોમ, સ્કૂલ અને કોલેજ સહિત અનેક જગ્યાએ ફૂડ ડ્રાઈવ યોજી
આ અંગે લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન યજ્ઞેશ પટેલ (યોગીભાઈ)એ જણાવ્યું હંતુ કે આ કોરોના કાળમાં રૂપ-રંગ,જ્ઞાતિ-જાતિ,દેશવાદ કે પરદેશવાદ અને ધર્મ અને સંપ્રદાયભેદ થી ઉપર ઉઠી નાગરિક ધર્મને અનુસરવાનો સમય છે.અમે ઓલ્ડ એજ હોમ, સ્કૂલ અને કોલેજ સહિત ઘણી જગ્યાએ જોય ઓફ શેરિંગ એક્ટિવિટી અન્વયે ફૂડ ડ્રાઈવ યોજી છે.આર્ટેસિયા સિટીમાં પાકિસ્તાન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી હોદ્દેદારો સાથે ફ્રી ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ એક ઐતિહાસિક અને યાદગાર દિવસ બની રહ્યો હતો.

ભારતીય અને પાકિસ્તાની વ્યાવસાયિકો ભેગા મળી નાગરિકોને ભોજન પુરું પાડે છે

આ અંગે ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ પરિમલભાઈ શાહે જણાવ્યું હતું કે અમને ખુશી છે કે કોરોના લોકડાઉન દરમ્યાન લેબોન હોસ્પિટલિટી ગ્રુપ, ભારત ફૂડઝ અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવેલ જોય ઓફ શેરિંગ અન્વયેની ફૂડ ડ્રાઈવમાં મેયર અલી તાજ અને પાકિસ્તાન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના વકારખાન, ફાતિમાખાન સહિતના સભ્યોએ સક્રિય ભાગ લીધો હતો.માનવતાના આ કાર્યમાં પાકિસ્તાની અને ભારતીય વ્યાવસાયિકો ભેગા મળી અમેરિકાના ભૂખ સંકટમાં નાગરિકોને ભોજન અને ગ્રોસરી આપી નાગરિક ધર્મ અદા કરી રહ્યા છીએ, સૌ જરૂરિયાતમંદ નાગરિકોને મદદરૂપ થઇ રહ્યા છીએ. હજુ આગળ પણ સમય ની માંગ મુજબ અમે આ સેવા ચાલુ રાખીશું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી