પરિવર્તન જ સંકલ્પ અભિયાન:ગુજરાત યુથ કોંગ્રેસે અમદાવાદમાં પરિવર્તન બાઈક રેલી યોજી, યુવા નેતા અને કાર્યકરો જોડાયા

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલી પરિવર્તન જ સંકલ્પ અભિયાન યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન બાઈક રેલી, પરિવર્તન પદયાત્રા તથા પરિવર્તન સંવાદના સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો યોજવા જઈ રહી છે. જેના ભાગરૂપે પ્રથમ અમદાવાદમાં પરિવર્તન બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

બાઈક રેલીમાં મેવાણી સહિતના યુવા નેતા જોડાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી મહામંત્રી મનીષ ચૌધરી તથા પ્રભારી મહોમ્મદ શાહિદના નેતૃત્વમાં યુથ કોંગ્રસ દ્વારા બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના પદાધિકારીઓ તથા યુવાનો જોડાયા હતા.

બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસની લડત
પરિવર્તન બાઈક રેલી કોંગ્રેસ કાર્યાલય પાલડીથી નીકળી સાબરમતી ગાંધી આશ્રમ પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતના યુવાનો બેરોજગારી, મોંઘવારી, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓથી પરેશાન છે, ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આક્રમકતાથી લડત ચલાવવા અને ગુજરાતમાં પરિવર્તન લાવવા સંકલ્પ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...