નવ જીવન:ગુજરાતના સૌથી નાના બાળકે MIS-Cની બિમારીને મ્હાત આપી, મગજ, ફેફસાં, કિડની અને હૃદય પર અસર થતા બાળક સેમી કોમામાં હતો

અમદાવાદ4 મહિનો પહેલા
  • 12 કલાકના બાળકને MIS-Cની 9 દિવસ સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો

કોરોના બાદ બાળકોમાં MIS-Cનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં બાળકને જન્મતાની સાથે જ 12 કલાકમાં MIS-C એટલે કે મલ્ટીઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ રોગ થતા બાળક સેમી કોમા અવસ્થામાં પહોચ્યું હતું. જે બાદ ખાનગી હોસ્પિટલમા સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું જ્યાં તબીબોની મહેનતના કારણે બાળકને નવું જીવન મળ્યું છે. 9 દિવસની સારવાર બાદ હાલ બાળક સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યું છે.

12 કલાકના બાળકને MIS-Cની સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયો
કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાના આરે છે પરંતુ કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો પણ સપડાયા હતા. જેના કારણે બીજી લહેર નાના બાળકો માટે ઘાતક સાબિત થઇ છે. કોરોનાગ્રસ્ત બાળકો પર MIS-C એટલે કે મલ્ટીઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ રોગે ભરડો લીધો છે. MIS-C રોગથી બાળકોનો જીવ પણ જઈ શકે છે. હાલમાં અમદાવાદમાં ગુજરાતના સૌથી નાના બાળકએ MIS-C નામની બીમારીને મ્હાત આપી છે. અમદાવાદના વૈષ્ણવદેવી વિસ્તારમાં રહેતા પરિવારના બાળકને જન્મના 12 કલાકમાં જ MIS-C બિમારી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ બાળકની સઘન સારવાર કરવામાં આવતા બાળકે બીમારીને મ્હાત આપી છે. 12 કલાકના બાળકને MIS-Cની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.

બાળકની સઘન સારવાર કરવામાં આવતા બાળકે બીમારીને મ્હાત આપી
બાળકની સઘન સારવાર કરવામાં આવતા બાળકે બીમારીને મ્હાત આપી

બાળકને ફેફસાં, મગજ, કિડની પર અસર થઈ હતી
ઉલ્લેખનીય છે કે બાળકની માતા પ્રેગનેન્સીમાં 8માં મહિને કોરોના સંક્રમિત થઇ હતી. આ બાળકનો જન્મ થયો હતો. જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C બીમારી થઇ હતી. નવ દિવસ સુધી બાળકની NICUમાં સઘન સારવાર કરવામાં આવી હતી. જેમાં ચાર દિવસ ઓક્સિજન આપવામાં આવ્યો હતો.આ બાળકને હૃદયના પમપિંગ મજબૂત કરવાં માટેની દવા આપવામાં આવી હતી. આ બાળકને IV-IG ઇન્જેક્શન આપવામાં આવ્યા અને સ્પોટીવ એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવી હતી. આ બાળકને ફેફસાં મગજ કિડની અને હૃદય ઉપર રોગની અસર થઈ હતી.

બાળકને હૃદયના પમપિંગ મજબૂત કરવાં માટેની દવા આપવામાં આવી હતી
બાળકને હૃદયના પમપિંગ મજબૂત કરવાં માટેની દવા આપવામાં આવી હતી

9 દિવસ સધન સારવાર બાદ બાળકે MIS-Cને મ્હાત આપી
બાળકના મગજ ફેફસાં અને કિડની ઉપર અસર થતા બાળક સેમી કોમા અવસ્થામાં પહોચ્યું હતું. આ બાળકને તબીબો માટે બચાવવું પડકારરૂપ હતું. તો બીજીતરફ તબીબોના મતે બાળકની કિડની પણ ફેઈલ થવાની તૈયારીમાં પહોંચી હતી. બાળકને ચાર દિવસ સુધી ઓક્સિજન ઉપર રાખી યોગ્ય સારવાર કરતા બાળક અંતે ખતરામાંથી બહાર આવ્યું હતું. જોકે 9 દિવસ સુધી સધન સારવાર લીધા બાદ અંતે બાળકે MIS-C ને મ્હાત આપી છે.બાળકને જન્મતાની સાથે MIS-C થતા પરિવાર ઉપર આભ તુટી પડ્યું હતું જોકે સારવાર બાદ અંતે બાળક સવસ્થ થઈ ઘરે પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

બાળકને આ લક્ષણો હોય તો MIS-C હોઈ શકે
આ અંગે ડૉ હાર્દિક પટેલે દિવ્યભાસ્કરની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બાળકને સમયસર સારવાર મળી છે જેના કારણે બાળકનો જીવ બચી ગયો છે. જો ઘરમાં કોઈ સદસ્ય બાળકને 2થી 6 અઠવાડિયા પહેલાં કોરોના થઈને મટી ગયેલ હોય અને બાળકમાં તાવ આવે, આંખોમાં લાલાશ હોય, જીભ પર લાલાશ હોય, શરીર પણ દાણા નીકળે, હોઠ પર તિરાડ પડે, સોજા આવે, પેટમાં દુઃખાય કે એવા લક્ષણ દેખાય તો બાળકને આ રોગ હોય શકે છે. જેમાં પરિવારે બાળકના ડોક્ટરનો સંપર્ક કરી સારવાર કરાવવાની જરૂર છે જેથી બાળક જલ્દીથી સાજું થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...