ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં અત્યાર સુધી BCA નો કોર્ષ અંગ્રેજી ભાષામાં થતો હતો, ત્યારે હવે નવી એજ્યુકેશન પોલિસી સાથે ગુજરાત વિદ્યાપીઠે રાજ્યમાં સૌ પ્રથમ વખત BCAનો કોર્ષ માતૃભાષામાં શરૂ કરશે. હવે વિદ્યાર્થીઓ BCA નો કોર્ષ ગુજરાતી ભાષામાં કરી શકાશે.
ગુજરાતમાં પ્રથમવાર માતૃભાષામાં ગુજરાત વિદ્યાપીઠમાં અમદાવાદ ખાતે BCA નો કોર્ષ શરૂ થશે. વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષથી આ કોર્ષ શરૂ થશે. આ કોર્ષ માટે એપ્લિકેશન ફોર્મ ઓનલાઇન ભરવાના રહેશે. ધોરણ-12ના પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ પણ એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
ગુજરાત વિદ્યાપીઠમાં BCAમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એપ્લિકેશન ફી પરત આપવામાં આવશે. આ માટે શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ઓનલાઈન એડમિશન માટે વિદ્યાર્થીઓએ https://cuet.samarth.ac.in પર જઈને ભરી શકશે અથવા ગુજરાત વિદ્યાપીઠના કોમ્પ્યુટર વિભાગમાં રૂબરૂ જઈને પણ ફોર્મ ભરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.