વર્ગ વધારાની મંજૂરી:ગુજરાત યુનિ.ની ત્રણ કોલેજનો BBA-BCA માટે વર્ગ વધારો મંજૂર, હજુ 1000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે, પરંતુ આ વર્ષે BBA-BCAમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી, ત્યારે ઓનલાઈન રાઉન્ડ પૂર્ણ થતા ઓફલાઈન રાઉન્ડ શરુ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓની અરજી વધતા કોલેજે વર્ગ અને સંખ્યા વધારવા માટે મંજૂરી માંગી હતી. જેમાંથી 3 કોલેજને મંજૂરી મળી છે.

સીટ અને વર્ગ વધારાને મંજૂર
માસ પ્રમોશનના કારણે પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી, જેથી આ વર્ષે પ્રવેશ દરમિયાન વધુ ધસારો જોવા મળ્યો હતો. આ વર્ષે કોર્મસના વિદ્યાર્થીઓએ BBA-BCAમાં પ્રવેશ મેળવવા માટે વધુ અરજી કરી છે, જેની સામે સીટની સંખ્યા માર્યાદિત છે અને કોલેજમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં અનેક અરજીઓ આવી હતી. જેથી અનેક કોલેજોએ યુનિવર્સિટી પાસે સીટ અને વર્ગ માટે મંજૂરી માંગી હતી, જેમાંથી 3 કોલેજને અત્યારે મંજૂરી આપવામાં આવી છે.

સીટ ખાલી રહેવાના ડરે અનેક કોલેજોએ વર્ગ વધારો ન માંગ્યો
60 સીટ સાથે એક વર્ગનો વધારો આપતા યુનિવર્સિટીમાં કોલેજોએ 3 લાખ વર્ગ વધારા માટેની ફી ભરી છે. પરંતુ વર્ગ વધારા માટે અરજી કરનાર કોલેજોને ૩ લાખ ભર્યા બાદ સીટ ખાલી રહે તેવો પણ ડર છે, જેના કારણે કેટલીક કોલેજોએ વર્ગ વધારો માંગ્યો નથી અને યુનિવર્સિટી તરફથી ધારાધોરણ ધ્યાને રાખીને વર્ગ વધારો આપવામાં આવ્યો છે, ત્યારે હજુ કોલેજ દીઠ 20 સીટ વધારવા માંગણી થઇ રહી છે.

વર્ગ વધાર્યો મળ્યો છતાં 1000થી વધુ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત
વર્ગ વધારો મળ્યા બાદ પણ કોમર્સ ફેકલ્ટીના 1000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે, ત્યારે હજુ કોલેજોમાં કોલેજ દીઠ 20 સીટ વધારવાની માંગણી થઈ રહી છે, જેને લઈને નીડ કમિટી અને એડમિશન કમિટી વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આ અંગે આ અઠવાડિયામાં નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...