તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:અમદાવાદમાં કોરોનાના સંક્રમણ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીની PGની પરીક્ષા શરુ, 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમદાવાદએક મહિનો પહેલા
ફાઈલ ફોટો
  • જે વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી શકશે નહિ તે વિદ્યાર્થીઓને બીજી તક પણ આપવામાં આવશે

કોરોનાના વધી રહેલા સંક્રમણની વચ્ચે આજથી ગુજરાત યુનિવર્સિટીમાં PGની પરીક્ષા શરુ થઈ ગઈ છે. આ પરીક્ષામાં 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે.કોરોના ના કેસ વધતા 18 માર્ચથી શરૂ થયેલ પરિક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જ્યારે PG ની પરીક્ષા નક્કી કરેલ તારીખથી જ શરૂ થઈ છે. રાજ્યમાં કેસ વધી રહ્યા છે અને પરિક્ષા લેવી પણ જરૂરી છે જેથી યુનિવર્સિટી દ્વારા સરકારની ગાઈડ લાઈન નું પાલન કરીને ઓફલાઈન પરિક્ષા યોજવામાં આવી છે.

કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા
કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા

100થી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે
અમદાવાદ અને ગાંધીનગરના 100થી વધુ કેન્દ્રો પર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ રહી છે. આજે 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી ગયાં છે.PG ના અલગ અલગ ક્ષેત્રની પરિક્ષા યોજાઈ રહી છે જે બે તબક્કામાં છે. વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી શકશે નહિ તે વિદ્યાર્થીઓને બીજી તક પણ આપવામાં આવશે.

એક રૂમમાં 50 ટકાની કેપેસીટી સાથે બેઠક વ્યવસ્થા
કોરોના કેસ વધતા તમામ નિયમોના પાલન સાથે પરિક્ષા શરૂ થઈ છે. એક રૂમમાં 50 ટકાની કેપેસીટી સાથે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.ક્લાસરૂમમાં જતાં પહેલાં વિદ્યાર્થીઓ નું થર્મલ ગન વડે સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.વિદ્યાર્થીઓને માસ્ક પહેરવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે અને હાથ પણ સેનીટાઇઝ કરાવવામાં આવી રહ્યા છે.

ગઈ કાલે NSUIએ પરીક્ષા નહીં યોજવા આવેદનપત્ર આપ્યું હતું
ગઈ કાલે NSUIએ પરીક્ષા નહીં યોજવા આવેદનપત્ર આપ્યું હતું

NSUIએ પરીક્ષા નહીં યોજવા માંગ કરી હતી
NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે ગુજરાત સરકાર દ્વારા 10 એપ્રિલ સુધી કોઈ પણ પરિક્ષાના યોજવા માટે યુનિવર્સિટીને જાણ કરવામાં આવી છે. છતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા આવતીકાલથી PGની પરીક્ષા લેવામાં આવશે. પરંતુ AMTS અને BRTS બંધ છે અને અનેક વિસ્તારો માઇક્રો કન્ટેન્મનેટ ઝોનમા આવે છે. વિદ્યાર્થીઓને કોરોના થશે તો કોણ જવાબદાર રહેશે. આ રજૂઆત સાથે NSUI એ આવતીકાલથી શરૂ થતી ગુજરાત યુનિવર્સિટી ની PGની પરીક્ષા રદ કરવા માંગણી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો