પદવીદાન:મંગળવારે ગુજરાત યુનિવર્સિટીનો ઓનલાઈન પદવીદાન સમારોહ યોજાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19ની પરિસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીમાં મંગળવારે સૌ પ્રથમવાર ઓનલાઈન ખાસ પદવીદાન સમારોહ યોજાશે. વિવિધ વિદ્યાશાખાના આશરે 10 હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. આ પદવીદાન સમારોહનું આયોજન ગૂગલ મીટ મારફતે કરાશે. વિદ્યાર્થીઓ આ પદવીદાન સમારોહ ફેસબુક અથવા ટ્વિટરના માધ્યમથી લાઈવ જોઈ શકાશે.

કોરોનાને કારણે સ્પીડ પોસ્ટ મારફતે વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો મોકલાશે. યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડયા અને ઉપ કુલપતિ ડો. જગદીશ ભાવસારની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...