તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા જાહેર:ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આગામી 27 જુલાઈથી લેવાશે, હોલ ટિકીટ વેબસાઈટ પર મુકવામાં આવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ટેકનિકલ કારણોસર ઓનલાઈન પરીક્ષા ના આપી શકેલ વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી શકશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. BA, B.COM, BBA, BCA, BSC, MA, M.COM, MSW, LLB, B.ED સહિતના કોર્ષની પરીક્ષા 27 જુલાઈથી ઓફલાઈન લેવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા આપી હોય તે સિવાયના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી હોલ ટિકિટ જાતે મેળવવાની રહેશે.

બેઠક વ્યવસ્થા અને હોલ ટિકીટ વેબસાઈટ પર મુકાઈ
જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન વિકલ્પ પસંદ કર્યો છે અને કોઈક ટેકનિકલ કારણોસર કોઈપણ એક કે તેથી વધુ કે તમામ પેપરની પરીક્ષા ઓનલાઈન આપી શકેલ નથી. તેવા વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી શકશે. તેમની હોલ ટિકીટ પણ તે પ્રમાણે નીકળશે. જો કોઈ વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષામાં જે તે પેપરમાં હાજર રહ્યો હોય અને ગમે તે કારણોસર પરીક્ષા પુરી ના કરી શક્યો હોય, તે ઓન રેકોર્ડ પ્રેઝન્ટ હોય તો તે વિદ્યાર્થી તે પેપરની ઓફલાઈન પરીક્ષા આપી શકશે નહીં. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા અને હોલ ટિકીટ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. તે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જાતે મેળવી લેવાની રહેશે અને તે પ્રમાણે પરીક્ષા આપવાની રહેશે.

યુનિવર્સિટીનો પરિપત્ર
યુનિવર્સિટીનો પરિપત્ર

ગુજરાત યુનિ.ની ઓનલાઇન પરીક્ષામાં છબરડા
ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાની સાથે ઓનલાઇન પરીક્ષા પણ લેવાઈ છે. જેમાં LLM સેમેસ્ટર-4ની ઓનલાઇન પરીક્ષામાં શુક્રવારે લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લોનું પેપર હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે લોગ ઈન કર્યું હતુ. પરીક્ષાનો સમય શરૂ થયો હોવા છતાં અનેક વિદ્યાર્થીઓના પેપર જ ખુલ્યા નહોતા અને બાદમાં વિકલ્પ પણ સિલેક્ટ થયા નહોતા.ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રક્રિયામાં પહેલેથી જ છબરડા થતાં આવ્યા છે અગાઉ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવીને નાપાસ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ એસાઇમેન્ટ સબમિટ કરાવ્યા હોવા છતાં નાપાસ કરવામાં આવ્યા અને હવે ઓનલાઇન પરીક્ષામાં પણ છબરડા છે જેનાથી વિદ્યાર્થીઓ પરેશાન છે.

વારંવાર છબરડા થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
વારંવાર છબરડા થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

અગાઉ હોલ ટિકિટમાં છબરડો
નોંધનીય છે કે છ દિવસ પહેલા જ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ઓનલાઈન પરીક્ષામાં પણ છબરડા થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં 6 જુલાઈથી શરૂ થનારી ઓફલાઈન પરીક્ષા અગાઉ જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટિકિટમાં બેદરકારી સામે આવી હતી. LLMના સેમ-2ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ હોલ ટિકિટમાં વિદ્યાર્થીનું નામ અલગ અને ફોટો અલગ વિદ્યાર્થીનો છે. જેનાથી વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા છે. જો કે, યુનિવર્સિટીના અધિકારીએ જણાવ્યું હતું કે, નવા ફોટા સાથેની હોલ ટિકિટ અપલોડ કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...