તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા:પહેલા દિવસે 27 હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી, 10% ગેરહાજર; ઓનલાઈન પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે અનિશ્ચિતતા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • 29મીથી પ્રથમ તબક્કાની અને 7 જાન્યુઆરીથી બીજા તબક્કાની પરીક્ષાઓ લેવાશે

ગુજરાત યુનિવસર્ટીની શરૂ થયેલી ઓફલાઇન પરીક્ષાના પહેલા દિવસે રજિસ્ટર્ડ વિદ્યાર્થીમાંથી 10 ટકા ગેરહાજર રહ્યા હતા. કોલેજોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ જેમાં એક બેંચ પર એક વિદ્યાર્થીને બેસાડાયો હતો. ઘણા વર્ગો મોટા હોય ત્યાં એક વર્ગમાં બે કે તેથી વધુ બ્લોકની બેઠક વ્યવસ્થા કરાઇ હતી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા 30 હજાર વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષા યોજાઇ હતી. આ પહેલાં તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા બે ઓપ્શન અપાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન અથવા ઓફ લાઇન પરીક્ષાની પસંદગી કરી શકતા હતા. 28 હજાર વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી હતી. જ્યારે 30 હજાર વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષા માટે સંમતિ દર્શાવી હતી.

ઈન્ટિગ્રેટેડ લૉની પણ પરીક્ષા લેવાશે
B.A,B.COM-BBA,BCA તથા M.A, M.COM અને BSC સેમેસ્ટર -5ની આજથી પરીક્ષાઓ શરૂ થશે આ ઉપરાંત ઈન્ટિગ્રેટેડ લૉની પણ પરીક્ષા લેવાશે.બીજા તબક્કામાં UG-PGના સેમેસ્ટર-3ની પરીક્ષાઓ લેવાશે. પ્રથમ તબક્કામાં 35 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને કોરોનાને પગલે યુનિ.દ્વારા અમદાવાદ સહિતના તમામ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ગોઠવવામા આવ્યા છે અને વિદ્યાર્થીને પોતાના જીલ્લામાં જ સેન્ટર આપવામા આવ્યુ છે.જેથી અમદાવાદ સુધી ન આવવુ પડે. 120થી વધુ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. બે સેશનમાં લેવાનારી પરીક્ષામાં સવારે 10થી12 અને બપોરે 3થી5 દરમિયાન 50 માર્ક્સની પરીક્ષા લેવાશે.

બે તબક્કામાં કુલ મળીને 32 જેટલા કોર્સની પરીક્ષા લેવાશે
બે તબક્કામાં કુલ મળીને 32 જેટલા કોર્સની પરીક્ષા લેવાશે.ઓફલાઈન પરીક્ષાઓ તો રેગ્યુલર લેવાઈ જશે પરંતુ ઓનલાઈન પરીક્ષા ક્યારે થશે તે નક્કી નથી.યુનિ.દ્વારા ઓનલાઈન પરીક્ષા માટેના ઓપ્શનનું રજિસ્ટ્રેશન કરી દેવાયુ છે અને 28 હજાર વિદ્યાર્થીએ ઓનલાઈન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કર્યુ છે. ઓનલાઈન પરીક્ષા ક્યારે અને કઈ રીતે લેવાશે તે નક્કી નથી. યુનિ.એ ઓનલાઈન પરીક્ષા પણ તબક્કાવાર લેવી પડશે. ઓફલાઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ જ ઓનલાઈન પરીક્ષા લેવાય તેવી શક્યતા છે.જેથી ઓનલાઈન પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને તૈયારીનો વધુ સમય મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો