તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમિત થવાનો ડર:કોરોનાના ડરની વચ્ચે ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ, સોમનાથથી પિતા દિકરીને લઈને અમદાવાદ આવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
વાલીઓને સંતાનો સંક્રમિત થવાનો ડર
  • અનેક વાલીઓ પણ વિદ્યાર્થીઓને લેવા અને મુકવા માટે આવ્યાં

ગુજરાત યુનિવર્સિટીમાં આજથી ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ છે. 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષાઓ આપી રહ્યાં છે. અનેક વિદ્યાર્થીઓ કોરોનાના ડરની વચ્ચે પરીક્ષા આપી રહ્યાં છે. કેટલાક વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન ઓનલાઈન અભ્યાસમાં સમજ પડી નથી. પરીક્ષા દરમિયાન અનેક વાલીઓ પણ વિદ્યાર્થીઓને લેવા અને મુકવા માટે આવ્યાં હતાં.

કોરોનાના કેસો ઘટતાં સરકારે નિયંત્રણો હટાવ્યાં છે. જેથી હવે પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પરીક્ષાના કેન્દ્રો પર પુરેપરી તકેદારી રાખવામાં આવી છે. યુનિવર્સિટીમાં આવેલ કે.એસ.કોલેજમાં વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરાવવામાં આવ્યાં હતાં અને સેનેટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ક્લાસ રૂમમાં પણ 25 થી 30 ટકા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યાં હતાં.પરીક્ષા દરમિયાન પણ વિદ્યાર્થીઓને માસ્ક ઉતારવા દેવામાં આવતા નથી. વિદ્યાર્થીઓ મનમાં ડર રાખીને સાવચેતી વચ્ચે પરીક્ષા આપી રહ્યાં છે.

એક ક્લાસમાં 25 ટકા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો
એક ક્લાસમાં 25 ટકા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો

વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં સમજ નથી પડી
ભાવેશ સોલંકી નામના વિદ્યાર્થીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નરોડાથી પરીક્ષા આપવા યુનિવર્સિટી આવ્યો છું. માર્ચ મહિનામાં પરીક્ષા યોજાઈ હતી પરંતુ તે કેન્સલ થઇ હતી હવે પરીક્ષા યોજાઈ તો સારું છે અમારું વર્ષ પૂરું થશે. કોરોનાનો ડર તો છે પરંતુ પરીક્ષા આપવી પડશે. જેથી માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરીને પરીક્ષા આપીશ. સ્નેહ પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ કોરોનાનો ડર હજુ છે અને સાથે જ ઓનલાઈન ભણ્યું છે જેથી એટલી સમજ પણ પડી નથી. પરીક્ષા આપવા જઈએ છીએ, પરંતુ તૈયારી કરવા છતાં સારા ગુણ નહીં મેળવી શકીએ.

કોરોનાના ડર વચ્ચે ગાઈડલાઈન સાથે પ્રવેશ અપાયો
કોરોનાના ડર વચ્ચે ગાઈડલાઈન સાથે પ્રવેશ અપાયો

વાલીઓ સંક્રમિત થવાના ડરે સંતાનોની સાથે આવ્યા
ડીમ્પલબેન નામના વાલીએ જણાવ્યું હતું કે હું ઘોડાસરથી પરીક્ષા માટે મારી દીકરીને સાથે લઈને આવી છું. નવરંગપુરા ખાતેની સોમલલિત કોલેજમાં મારી દીકરીનો નંબર આવ્યો છે.અત્યારે કોરોના છે જેથી મને મારી દીકરી બસ કે રીક્ષામાં આવે તો સંક્રમિત થવાનો ડર છે. જેથી તેને લેવા મુકવા રોજ આવીશ. પરીક્ષા આપે તે સમય પણ બહાર જ રહીશ અને આવશે ત્યારે તેને તરત લઈને રવાના થઇ જઈશ. ​​​​​
વિનોદભાઈ નામના વાલીએ જણાવ્યું હતું કે હું સોમનાથથી આવું છું.મારી દીકરીનો યુનિવર્સિટીની અંદર આવેલ કોલેજમાં નંબર આવ્યો છે. અત્યારે કોરોનાની મહામારી છે જેથી મારી દીકરીને સોમનાથથી સાથે લઈને અમદાવાદ પરીક્ષા આપવા આવ્યો છું. એકલી રહે અને કોઈ દ્વારા સંક્રમિત થાય એના કરતા મારી સાથે રહે જેથી હું તેની કાળજી રાખીશ.

અન્ય સમાચારો પણ છે...