તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:ગુજરાત યુનિ.ના LLBના વિદ્યાર્થીઓ 19 જૂન સુધી ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરી શકશે, ફરજિયાત મોક ટેસ્ટ આપવી પડશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઓનલાઈનનો વિકલ્પ પસંદ નહીં કરનાર વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવાશે.
  • વિદ્યાર્થીઓની 50 માર્ક્સની MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે.

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવનાર LLBની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. જે બાદ યુનિવર્સિટી દ્વારા LLBની ઓનલાઇન પરીક્ષા યોજવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમને 19 જૂન સુધીમાં ઓનલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

19 જૂન સુધીમાં ઓનલાઈનનો વિકલ્પ પસંદ કરવો પડશે
અગાઉ 10 જૂનથી ગુજરાત યુનિવર્સિટીની LLBની પરીક્ષા શરૂ થવાની હતી. જે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઓનલાઇનનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. 19 જૂન સુધી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે. 19 જૂન સુધી વિકલ્પ ના પસંદ કરનારની ઓફલાઈન પરીક્ષા યોજાશે. ઓનલાઇન પરીક્ષા પસંદ કર્યા બાદ મોક ટેસ્ટ પણ આપવી પડશે. મોક ટેસ્ટ આપી હશે તેને જ ઓનલાઇન પરીક્ષા આપવા દેવામાં આવશે.

50 મિનિટમાં 50 MCQ પૂછાશે
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને ઓનલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કરશે તેમને યુનિવર્સિટીના તમામ નિયમોનું પાલન કરવું પડશે અને પરીક્ષા આપવી પડશે. આ માટે 50 માર્કસની MCQ આધારિત ઓનલાઇન પરીક્ષા યોજાશે. જેમાં 50 મિનિટ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા ટ્રાયલ ટેસ્ટ અને મોક ટેસ્ટ આપી શકશે જેથી ફાઈનલ પરીક્ષા દરમિયાન મુશ્કેલી ના સર્જાય. પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે.