તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની આયુર્વેદિક દવાને મંજૂરી:ગુજરાત યુનિવર્સિટીની ઇમ્યુરાઇઝને ત્રીજા ટ્રાયલની મંજૂરી, એકપણ દર્દીને દાખલ કરવાની કે ઓક્સિજનની જરૂર નહીં પડ્યાનો દાવો

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર
  • બીજી ટ્રાયલમાં 40 કોરોનાગ્રસ્ત દર્દીઓને કોરોના દવા અપાઈ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની આયુર્વેદિક દવા ઇમ્યુરાઇઝને બીજા ટ્રાયલ બાદ ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી છે. બીજા ટ્રાયલમાં 40 કોરોનાગ્રસ્ત દર્દીઓ પર કરાયેલ ટ્રાયલના પરિણામ અસરકારક રહ્યાં છે. યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે 40માંથી કોઇપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઉભી થઇ નથી.

40 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું
ઇમ્યુરાઇઝ વિશે લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને સમગ્ર પ્રોજેક્ટના ક્લિનિકલ ટ્રાયલનું મોનિટરિંગ કરતા પ્રો.રાકેશ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી અને જુનાગઢના ડો.અક્ષય સેવક દ્વારા ફોર્મલેશન કરાયેલ આયુર્વેદિક દવા ઇમ્યુરાઇઝની ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી મળી છે. બીજા તબક્કામાં 40 દર્દીઓ પર ટ્રાયલ કરાયું હતું. જેમાં પરિણામો અસરકારક મળ્યાં છે.કોઇપણ દર્દીને ઓક્સિજનની કે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડી નથી. તમામ દર્દીઓને રિપોર્ટનું કમ્પાઇલેશન કરીને ડીજીસીઆઇ મોકલી અપાશે.

તમામ રાઉન્ડ બાદ ઉત્પાદન શરૂ કરશે
ટ્રાયલમાં સમાવેશ તમામ લોકોને કોરોનાના લક્ષણો જોવા મળતાં જ દવા શરૂ કરી હતી. આ દવાનો 15 દિવસનો કોર્ષ પૂરો કરવાનો હોય છે. મને બે વાર કોરોના થઇ ચૂક્યો છે, મારા 84 વર્ષીય દાદીમા સહિત ઘરના બધાં સભ્યોને પણ કોરોના થયો હતો, અમે બધાં આ આયુર્વેદિક દવાથી જ સારા થયા છીએ. આગામી સમયમાં ક્લિનિકલ ટ્રાયલના તમામ રાઉન્ડ પૂરા થયા બાદ તેના ઉત્પાદન વિશે વિચારણા કરાશે.

દવા લેનારા દર્દીને મ્યુકરમાઇકોસિસનો ખતરો નહીં
ગુજરાત યુનિવર્સિટીએ તૈયાર કરેલી આયુર્વેદિક દવાથી કોઇ આડઅસર ન હોવાનો દાવો યુનિવર્સિટીએ કર્યો છે. ઉપરાંત આ દવા સંપૂર્ણપણે આયુર્વેદિક હોવાથી તેની કોઇ આડઅસર નથી, ઉપરાંત શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ કરતું હોવાથી મ્યુકરમાઇકોસિસ જેવા અન્ય રોગની શક્યતા નહિવત હોવાનો દાવો પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ કર્યો છે.