વિદ્યાર્થીઓને રાહત:ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ વિભાગમાં 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓનું બીજા રાઉન્ડનું ચોઈસ ફિલિંગ બાકી, 5 ઓક્ટો. સુધી મુદત લંબાવાઈ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ વિભાગમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પરંતુ બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ માટે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો, જે માટે 4 ઓક્ટોબર સુધીની મુદત રાખવામાં આવી હતી. પરંતુ બીજા રાઉન્ડમાં પણ 50 ટકા કરતા વધુ વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગ ના કરી હોવાથી મુદત વધારીને 5 ઓક્ટોબર કરવામાં આવી છે.

14576 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો
ગુજરાત યુનિવર્સિટીમાં B.COM, BCA માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 14576 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો છે, ત્યારે બાકી રહેલા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ માટે 2 ઓક્ટોબરથી બીજો રાઉન્ડ શરુ કરવામાં આવ્યો હતો. પરંતુ શનિવાર અને રવિવાર જાહેર રજા હોવાથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં ગૂંચવાયા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં રજા હોવાથી મદદ મળી શકે તેમ નહોતી, જેથી 4 ઓક્ટોબર સુધીની મુદત આપવામાં આવી હતી, તેમ છતાં આજે પણ 50 ટકા કરતા વધુ વિદ્યાર્થીઓને ચોઈસ ફિલિંગ કરવાની બાકી છે. જેને પગલે 5 ઓક્ટોબર રાતના 12 વાગ્યા સુધી મુદત આપવામાં આવી છે.

આ અંગે પ્રવેશ સમિતિના કન્વીનર જશવંત ઠક્કરે જણાવ્યું હતું કે આજે બીજા રાઉન્ડ માટે અંતિમ દિવસ હોવા છતાં હજુ 50 ટકા જેટલા વિદ્યાર્થીઓનું ચોઈસ ફિલિંગ બાકી છે, જેથી વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગ અને નવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકે તે માટે એક દિવસની મુદત વધારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...