બેક ટુ નોર્મલ:કોરોનાના કેસ ઘટતા ગુજરાત યુનિવર્સિટીનું વર્ષ 2022-23 માટેનું શૈક્ષણિક સત્ર જુલાઈમાં શરૂ થશે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર
  • ચાલુ શૈક્ષણિક વર્ષ માટે જૂન મહિનામાં તમામ શૈક્ષણિક પ્રક્રિયા પુરી થશે

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાને કારણે 2 વર્ષથી પ્રવેશ, પરીક્ષા અને પરિણામની કામગીરી મોડી થઈ રહી હતી. પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા રાબેતા મુજબ કામગીરી શરૂ થઈ છે. ત્યારે હવે જૂન મહિનામાં વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર પૂરું થશે અને જુલાઈથી નવું સત્ર શરૂ થશે.

માર્ચ 2020થી કોરોના શરૂ થતાં શિક્ષણ પર અસર થઈ હતી. જેના કારણે ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો હતો. કેટલીક પરીક્ષા પણ ઓનલાઇન લેવામાં આવી રહી હતી તો કેટલીક ઓફલાઇન પણ યોજાતી હતી. ઓફલાઇન પરીક્ષા મોડી શરૂ થતાં સત્ર મોડું પૂરું થયું હતું. જે બાદ ગત વર્ષે ધોરણ 10 અને 12માં એડમિશન મોડા થયા હતા જે બાદ પરીક્ષા પણ મોડા થઈ હતી.

જોકે 2 મહિના જેટલો સમય પરીક્ષા મોડા શરૂ થઈ હતી, પરંતુ કેસ ઘટતા હવે બીજી પરીક્ષા ઝડપથી લેવાઈ રહી છે. હવે સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે જે જૂન મહિનામાં પૂર્ણ થશે. જે બાદ વર્ષ 2021-22નું શૈક્ષણિક વર્ષ પૂરું થશે. આ બાદ 2022-23નું શૈક્ષણિક સત્ર જુલાઈ મહિનામાં શરૂ થશે. આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવશે તે બાદ અગાઉની જેમ સમયસર ગુજરાત યુનિવર્સિટીનું સત્ર પૂરું થશે.

અન્ય સમાચારો પણ છે...