તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર:ગુજરાત યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ માટે એવિયેશન અને એરોનોટિક્સ કોર્સ શરૂ થશે, એન્ટ્રસ એક્ઝામ લઈને પ્રવેશ આપવામાં આવશે

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એરફોર્સના અધિકારીઓ દ્વારા માસ્ટર કોર્સ અને 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આવશે

રાજ્યની યુનિવર્સિટીમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીમાં એવિયેશન અને એરોનોટિક્સ કોર્સ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ એમ.ટેક., ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કરી શકશે. એરફોર્સના અધિકારીઓ દ્વારા માસ્ટર કોર્સ અને 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આવશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયાના જણાવ્યા અનુસાર, ગુજરાત યુનિવર્સિટીમાં આગામી ઓગસ્ટ મહિનાથી એવિયેશન અને એરોનોટિક્સના કોર્સ શરૂ કરાશે, જે DGCA દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. એમ ટેક., ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી સાથે અદાણી એવિયેશન અને મહેસાણા ફલાઇંગ સ્કૂલના MOU પણ થયેલા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચમાં કોર્સ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવી શકશે.

આ કોર્સથી મેથ્સ-ફિઝિક્સના વિદ્યાર્થીઓને ફાયદો થશે
ઈન્ડિયન એરફોર્સ સાથે પણ MOU થયા છે, એ અંતર્ગત આ વર્ષે 17થી વધુ ઓફિસર માસ્ટર તથા 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ માટે આવશે. ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હશે, જેમાં આ પ્રકારના કોર્સ શરૂ થશે. આ કોર્સમાં પ્રવેશ માટે એન્ટ્રસ એક્ઝામ લેવામાં આવશે. મેથ્સ અને ફિઝિક્સના વિદ્યાર્થીઓને આ કોર્સ કારણે ફાયદો થશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા.

ગુજરાત યુનિ.માં ભણવા માટે 2300 વિદેશી અરજી આવી
ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિસર્ચમાં 2300 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભણવા માટે અરજી કરી છે. કોરોનાની મહામારી વચ્ચે પણ વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન માટે અરજી કરી છે. યુનિવર્સિટી દ્વારા નવા પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, ત્યારે વિદેશી વિદ્યાર્થીઓને કોટા પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ બાદ પણ સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે ઓનલાઇન ક્લાસ ચાલુ હશે તો વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણવાનું રહેશે.

નવા કોર્સ ઉમેરાતાં વિદેશી વિદ્યાર્થીઓ આકર્ષાયા
​​​ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે નવા કોર્સ ઉમેરવામાં આવી રહ્યા છે, જેને કારણે વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરે છે. અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, બાયોમેડિકલ ટેક્નોલોજી સહિતના કોર્સમાં અરજી આવી છે. નવા કોર્સ સતત ઉમેરવામાં આવી રહ્યા છે, જેને કારણે વિદેશી વિદ્યાર્થીઓ વધી રહ્યા છે, જે ગુજરાત યુનિવર્સિટી માટે ગર્વની વાત છે.

ગુજરાત યુનિવર્સિટી.
ગુજરાત યુનિવર્સિટી.

ગુજરાત યુનિવર્સિટી 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત
કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટી 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત હતી. ત્યારે હવે કેસમાં ઘટાડો થતાં 7 જૂનથી ગુજરાત યુનિવર્સિટી 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે કાર્યરત થઈ છે. રાજ્ય સરકારના પરિપત્ર બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડીને જાણ કરવામાં આવી હતી. તમામ કર્મચારીઓએ ફરજિયાતપણે તમામ કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...