તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ જાહેર થશે:ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા નહીં લેવાય, મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન લાગુ કરાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગુજરાત યુનિ.ના LLBના વિદ્યાર્થીઓ 19 જૂન સુધી ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરી શકશે.

ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને લૉ ફેકલ્ટી સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાશે નહી, પરંતુ વિદ્યાર્થીઓને મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન લાગુ થશે એવી જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. ચાલુ સેમેસ્ટરમાં 50 ટકા આંતરીક ગુણ અને અગાઉના સેમના 100 ગુણમાંથી 50 ટકા ગુણના આધારે માર્ક અપાશે.

લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં
પ્રાપ્ત વિગતો પ્રમાણે મેડિકલ અને લૉ ફેકલ્ટી સિવાયની સ્નાતક કક્ષાની BA, B.COM, BSC, BBA, BCA, BRS, BAJMC જેવા કોર્સિસના સેમેસ્ટર 2 તથા 4, ડીગ્રી ડ્રામા, જેવા વાર્ષિક પદ્ધતિના અભ્યાસક્રમો માટે દ્વિતિય વર્ષ તેમજ B.ED સેમેસ્ટર 2 તેમજ અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 2 અને BARCH જેવા ઈન્ટરમીડિયેટ સેમેસ્ટરમ જેમાં આંતરિક મુલ્યાંકન થયેલ છે. તેની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ માટે મેરીટ બેઝ્ડ પ્રોગ્રેશન લાગુ થશે. પાંચ વર્ષના ઈન્ટીગ્રેટેડ કોર્સિસના કિસ્સામાં ડીગ્રી એવોર્ડીંગ સેમેસ્ટરની પરીક્ષા લેવાની રહેશે. જે કોર્સિસના જે તે સેમેસ્ટર કે વર્ષની પરીક્ષાના આધારે ક્લાસ એવોર્ડ કરવામાં આવતા હોય તેવી તમામ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે.

પાંચ વર્ષના ઈન્ટીગ્રેટેડ કોર્સિસના કિસ્સામાં ડીગ્રી એવોર્ડીંગ સેમેસ્ટરની પરીક્ષા લેવાની રહેશે
પાંચ વર્ષના ઈન્ટીગ્રેટેડ કોર્સિસના કિસ્સામાં ડીગ્રી એવોર્ડીંગ સેમેસ્ટરની પરીક્ષા લેવાની રહેશે

આ પ્રમાણે માર્ક્સની ગણતરી કરાશે
મેરીટ બેઝ્ડ પ્રોગ્રેશન મુજબ ચાલુ સેમેસ્ટરના આંતરિક ગુણ 50 ટકા, અને અગાઉના સેમેસ્ટરના જે તે પેપરના કુલ ગુણ 100માંથી પ્રાપ્ત 50 ટકાને ધ્યાનમાં લઈને માર્ક્સની ગણતરી કરવામાં આવશે. જેનું ઉદાહરણ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પરિપત્રમાં દર્શાવેલ છે. જો કોઈ વિદ્યાર્થી મેરીટ બેઝ્ડ પ્રોગ્રેશન મુજબના પરિણામના ગ્રેડમાં સુધારા કરવા ઈચ્છતો હોય તો તે સરકારની સુચના મુજબ આગામી લેવાનાર પરીક્ષા દરમિયાન વધુ એક તક આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓના પરિણામ MBPથી જાહેર કરવામાં આવશે તેઓની પરીક્ષા ફી આગામી સત્રની પરીક્ષા ફીમાં મજરે અપાશે.

19 જૂન સુધીમાં ઓનલાઈનનો વિકલ્પ પસંદ કરવો પડશે
અગાઉ 10 જૂનથી ગુજરાત યુનિવર્સિટીની LLBની પરીક્ષા શરૂ થવાની હતી. જે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઓનલાઇનનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. 19 જૂન સુધી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે. 19 જૂન સુધી વિકલ્પ ના પસંદ કરનારની ઓફલાઈન પરીક્ષા યોજાશે. ઓનલાઇન પરીક્ષા પસંદ કર્યા બાદ મોક ટેસ્ટ પણ આપવી પડશે. મોક ટેસ્ટ આપી હશે તેને જ ઓનલાઇન પરીક્ષા આપવા દેવામાં આવશે.

LLBની પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે
LLBની પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે

50 મિનિટમાં 50 MCQ પૂછાશે
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને ઓનલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કરશે તેમને યુનિવર્સિટીના તમામ નિયમોનું પાલન કરવું પડશે અને પરીક્ષા આપવી પડશે. આ માટે 50 માર્કસની MCQ આધારિત ઓનલાઇન પરીક્ષા યોજાશે. જેમાં 50 મિનિટ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા ટ્રાયલ ટેસ્ટ અને મોક ટેસ્ટ આપી શકશે જેથી ફાઈનલ પરીક્ષા દરમિયાન મુશ્કેલી ના સર્જાય. પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે.