તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તઘલખી નિર્ણય:ગુજરાત યુનિવર્સિટી RTI કરનારા MSW વિભાગના ત્રણ વિદ્યાર્થીઓની કેમ્પસમાં પ્રવેશબંધી કરવાનો નિર્ણય લેશે

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • ત્રણ વિદ્યાર્થીઓ વારંવાર RTI કરી હેરાન કરતા હોવાની યુનિવર્સિટીને 72 ફરિયાદો મળી હતી
 • Ph.Dની વિદ્યાર્થિનીના સતામણી કેસમાં પ્રોફેસર વશિષ્ઠ ટર્મિનેટ કરાયા

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની ઓનલાઈન મળેલી બેઠકમાં આકરા લાગે તેવા નિર્ણયો લેવામાં આવ્યાં છે. જેમાં RTI હેઠળ માહિતી માંગતા ત્રણ વિદ્યાર્થીઓ સામે આપખુદશાહી વલણ અપનાવીને તેમને કેમ્પસમાં પ્રવેશબંધી કરવામાં આવે તેવા તઘલખી નિર્ણયો લેવાનું નક્કી કર્યું છે. બુધવારે મળેલી ઓનલાઈન બેઠકમાં બજેટ ઉપરાંત આ ત્રણ વિદ્યાર્થીઓની નવી RTI અરજી પર જવાબ આપવાના બદલે તે સીધી જ ફાઈલ કરવાનો લીગલ અભિપ્રાય લઈ તેમને પ્રવેશ બંધી ફરમાવવા સુધીના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.
RTI કરી હેરાન કરતા હોવાની યુનિવર્સિટીને 72 ફરિયાદો મળી
MSW વિભાગના ત્રણ વિદ્યાર્થીઓ વારંવાર RTI કરી હેરાન કરતા હોવાની યુનિવર્સિટીને 72 ફરિયાદો મળી હતી. જેથી હવે આ ત્રણેય વિદ્યાર્થીની RTI આવે તો ફાઈલ કરવા તેમજ લીગલ અભિપ્રાય મેળવીને યુનિવર્સિટી કેમ્પસમાં આવવા દેવા કે નહીં તેનો નિર્ણય કરવાનું નક્કી થયું હતું.
Ph.Dની વિદ્યાર્થિનીના સતામણી કેસમાં પ્રોફેસર વશિષ્ઠ ટર્મિનેટ કરાયા
ગુજરાત યુનિવર્સિટીની બુધવારે મળેલી ઓનલાઈન સિન્ડિકેટની બેઠકમાં કેમિસ્ટ્રીની Ph.Dની વિદ્યાર્થિની સાથે જાતીય કથિત સતામણી કેસમાં સસ્પેન્ડ કરાયેલા પ્રો.વશિષ્ઠ ભટ્ટને લીગલ તપાસ કમિટીની ભલામણને સ્વીકારીને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમિસ્ટ્રી વિભાગમાં પીએચડીના પ્રોફેસરે દોઢ વર્ષ અગાઉ જમવાના બહાને અભદ્ર માગ કરી હોવાની વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી હતી.
ઓનલાઈન બેઠકમાં યુનિવર્સિટીએ ખાધ સાથેનું બજેટ રજુ કર્યું
બુધવારે મળેલી ઓનલાઈન બેઠકમાં વર્ષ 2020-21નું રૂ. 2,67,96,55,840ની આવકની સામે 2,79,37,58,340ના ખર્ચ સાથે કુલ 11,41,02,500ની ખાધ દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિ.ની સિન્ડિકેટની ઓનલાઇન બેઠકમાં બજેટ સહિતની કેટલી ઔપચારિક્તા પૂરી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો