વિદ્યાર્થીઓ ધ્યાન આપો:ગુજરાત યુનિવર્સિટીમાં બે વર્ષ બાદ રાબેતા મુજબ સત્ર પૂરૂ થશે, 10 નવેમ્બરથી પરીક્ષા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાને કારણે 2020-21 અને 2021-22ના શૈક્ષણિક વર્ષમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી હતી.હવે સ્થિતિ સામાન્ય થઈ છે ત્યારે નવા સત્રથી બધું રાબેતા મુજબ શરૂ થયું છે.10 નવેમ્બરે ગુજરાત યુનિવર્સિટીની અલગ અલગ વિધાશાખાની પરીક્ષા શરૂ થશે અને ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં સત્ર પૂરું થશે.

પરીક્ષા સંપૂર્ણ ઓફલાઇન મોડમાં જ લેવાશે
21 ઓક્ટોબરથી સ્કૂલ કોલેજમાં દિવાળી વેકેશન શરૂ થશે.ગુજરાત યુનિવર્સિટીમાં પણ વેકેશન પૂર્ણ થતાની સાથે જ અલગ અલગ વિધાશાખાના સેમેસ્ટર -5ની પરીક્ષા શરૂ થશે. ત્યારબાદ સેમેસ્ટર 3 અને 1ની પરીક્ષા શરૂ થશે. આ તમામ પરીક્ષા પુરી થતા વિદ્યાર્થીઓનું વર્ષનું એક સત્ર પૂરું થશે અને જાન્યુઆરી મહિનાથી નવું સત્ર શરૂ પણ થઈ જશે. કોરોનાના કેસના હોવાને કારણે આ વર્ષે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પણ આપવામાં નહીં આવે જેથી પરીક્ષા પણ સંપૂર્ણ ઓફલાઇન મોડમાં જ લેવામાં આવશે.

કોરોનાને કારણે 2 વર્ષ અભ્યાસ પર અસર પડી હતી
અગાઉ કોરોનાને કારણે 2 વર્ષ અભ્યાસ પર અનેક પ્રકારની અસર પડી હતી. ગત વર્ષે પણ ડિસેમ્બર મહિના સુધી માત્ર એડમિશન પ્રક્રિયા જ ચાલી રહી હતી. જે બાદ ફેબ્રુઆરી મહિનામાં સેમેસ્ટર 5,3 અને 1ની પરીક્ષા યોજવામાં આવી હતી. કોરોનાના કેસ આવતા હોવાને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પણ આપવામાં આવતો હતો.જોકે હવે સ્થિતિ સાવ સામાન્ય થતા 2 વર્ષ બાદ રાબેતા મુજબ પ્રવેશ અને પરિણામની પ્રક્રિયા પુરી થશે.

અન્ય સમાચારો પણ છે...